________________
૩૨૨
ભાવડ શાહ આવેલી કાંપિલ્યપુર નગરીથી કેવળ આપના દર્શને આવ્યો છું.”
“હું ધન્ય બન્યો...આપનું શુભ નામ?”
ભાવડ કૃપાનાથ, મારી પાસે એક જ રંગના, તેજસ્વી અને ઉત્તમ લક્ષણવાળા એકસો એકાવન અશ્વો છે. હું તે એક નાને વ્યાપારી છું.... વણીક છું પણ મને અશ્વવિદ્યાનું જ્ઞાન નાનપણથી મળ્યું હતું...એ શોખ ખાતર મેં જાતે અશ્વોને કેળવીને સર્વશ્રેષ્ઠ બનાવ્યા છે...આ એકએકાવન અશ્વો સમ્રાટની અશ્વ શાળામાં શેભે એવા હેવાથી હું આપની પાસે આપના ચરણમાં વિનમ્ર ભેટરૂપે દેવા આપે છું.”
વીર વિક્રમે ગઈ રાતે જ કોઈ સૌરાષ્ટ્રવાસી એકસેએકાવન એકરંગી અશ્વો સાથે પાદરમાં આવ્યું છે તે વાત કેટવાળા પાસેથી સાંભળી હતી અને આજ મધ્યાહન પછી તેણે અશ્વો જેવાને વિચાર પણ કર્યો હતે. વીરવિક્રમે કહ્યું: “ભાવડ શેઠ, ગઈ રાતે જ મેં આ વાત સાંભળી હતી અને આજ મધ્યાહ્ન પછી હું તમારા પડાવ સ્થળે આવવાને હતો... હવે હું અત્યારે જ તમારી સાથે આવીશ. પણું ભેટરૂપે...”
વચ્ચે જ ભાવડે કહ્યું: “કૃપાનાથ, આ તે મારી સાધનાને ઉપહાર છે...આપ કશું ન બોલશે....”
વીર વિક્રમ આછું હસ્યા. તેણે મહાપ્રતિહારને બોલાવીને કહ્યું: “મારે રથ તૈયાર કરે અને મહામંત્રીને તથા આપણું મુખ્ય અશ્વપાલકને નગરીની બહાર જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org