________________
બહેનનું સુખ! વિદાય થયે. જતી વખતે તેણે મૂળજીબાપાને એકસે એક સુવર્ણ મુદ્રાએ અર્પણ કરી.
નાના ભાણેજને ભાવડશેઠે પણ સારી રીતે શણગાર્યો. ચાલીસમું નહાયા પછી બહેન અને ભાણેજને શ્રી જિનેશ્વર ભગવંતના દર્શન કરાવ્યાં અને પાંચમે મહિને મલકચંદ પત્ની અને પુત્રને તેડવા આવ્યા.
આ વખતે મલકચંદે ઘણા જ આગ્રહથી ભાવડને કહ્યું: “ભાવડશેઠ, હવે મારું એક વેણ રાખે..”
“હું તમારા મનની વાત સમજી ગયો છું શેઠ... એ કોઈ આગ્રહ મને કરશે નહિ. મારી સ્થિતિ ઉત્તરતર સારી થતી જાય છે....મારો વેપાર પણ સારે ચાલે, છે અને આપ તે મારા વિચારે જાણે છે.”
એ બધું હું જાણું છું. પરંતુ આવા મકાનમાં રહેવું અને પરચુરણ ધધો કરે તે બરાબર નથી. વધુ નહિં તે એક લાખ સેનૈયા મારા થકી રાખો...”
શેઠ, તમારી લાગણી અપાર છે . પણ મને મારી રીતે જીવવામાં મજા આવે છે. છતાં કોઈ પ્રસંગે જરૂર જેવું જણાશે તે હું જરૂર આપને યાદ કરીશ.” ભાવડે કહ્યું.
આ અંગે સુરજે પણ ઘણે આગ્રહ કર્યો પરંતુ, ભાવડ પોતાના નિર્ણયમાં અટલ રહ્યો.
જે દિવસે બહેન અને ભાણેજને વિદાય આપવા ભાવડ અને ભાગ્યવતી ગામના પાદર સુધી ગયા તે વખતે ભાવડે કહ્યું : “શેઠ, આપે કરેલે સંક૯પ ભૂલી ન જતા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org