________________
૨૩
સેગડી ઊંધી પડી,
કઈ પાસે ઉત્તમ વસ્તુ હોય તે ઘણા લેકેને એ. જોઈને હર્ષ થતું હોય છે અને કેઈની આંખમાં કણા માફક ખૂંચતી પણ હોય છે.
ભાવડે લખીના વછેરાનું નામ તેજબળ પડયું હતું અને છ છ માસ પર્યત મહેનત લઈને તેજબળને સર્વશ્રેષ્ઠ બનાવ્યા હતા..એની ચાલ એવી હતી કે ઉપર બેસનારના પિટનું પાણી પણ ન હલે...અને એની ગતિ પણ ધનુષમાંથી છૂટેલા તીર જેવી હતી. ભાવડના ઈશારે તે બધું સમજી જતે..
નદપુર જવું હોય તો સવારે નીકળેલે માણસ સાંજે પહોંચી શકે..પણ તેજબળ માત્ર એક જ પ્રહરમાં મલુકચંદના આંગણે પહોંચી જતો.
મલકચંદ શેઠે શિખરબંધી દહેરાસરના નિર્માણનું કાર્ય આરંભી દીધું હોવાથી ભાવડ દર પંદર દિવસે ત્યાં જતો અને એક રાત રોકાઈને પાછો આવી જતે.
આવા તેજસ્વી અશ્વ પર ભાવડને બેઠેલે જઈને લોકે મેઢામાં આંગળી ઘાલી જતાં. કોઈ કહેતું: “ભાવડ શેઠ ભારે ભાગ્યવંત છે... પુણ્ય વગર આ અશ્વ મળે નહિં તો કઈ કહેતું કે... “કેરાજ રજવાડામાં શોભે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org