________________
૨૮૬
ભાવડ શાહ
એવું લાગવા
કહ્યું :
“ના ના..હુ રાઘવને લઈને જ આવીશ, સંઘ કાઢવાનો જે દિવસ નકકી કરે તે દિવસ મને જણાવજે... અને અને તે સાથે કોઈ મુનિરાજ હોય તો વધારે ઉત્તમ...ધર્મની આરાધના થાય અને વધ્યાવચ્ચને પણ લાભ મળે.”
“કાર્ય હું તમારા પર છોડું છું. અમારું ગામ એવું કરૂં છે કે સાધુ મુનિરાજનો પેગ બહુ થતો નથી.”
ભલે...હું પંદરેક દિવસમાં ઈ બાબત અંગે વ્યવસ્થા કરીને જણાવીશ.” ભાવડે કહ્યું.
સુરજે ભાભી સામે જોઈને કહ્યું: “ભાભી, મારા ભાઈની બરાબર કાળજી રાખજે....”
ભાગ્યવતી કંઈ ઉત્તર આપે તે પહેલાં જ ભાવડે કહ્યું : “આટલા દી રહી તોય તું કાંઈ સમજી શકી નહિ...? કાળજી તે મારે એની રાખવી પડે છે.”
ચારેય હસી પડયાં. સુરજનાં નયને સજળ બની ગયાં હતાં.
ભાવડે બેનને પિતાની શક્તિ મુજબ કપડાં કરાવી આપ્યાં હતાં. એક મગમાળા ને ચાર બંગડીએ કરાવી આપી હતી...
બેને ન લેવા માટે ઘણે આગ્રહ કરેલ પણ ભાઈ ભાભીના સનેહ આગળ તેનું કાંઈ ચાલ્યું નહિ.
રથ ચાલ શરૂ થાય તે પહેલાં જ મલકચંદે ભાવડના બંને હાથ પકડી લેતાં કહ્યું : “ભાવડશેઠ, તમારે ઉપકાર હું જિદગીભર નહિ ભૂલું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org