________________
પશુમાંથી માણસ !
૨૭૫ પગ્ય ખાંડાની ધાર જેવું હશે તે એક જ વર્ષમાં તમારા આંગણે બાળક ખેલતું હશે.”
ભવડે પૂછયું : “બાપા, મારી બહેન ત્રણ મહિના સુધી અહીં જ રહેશે અને મલુકચંદશેઠ બેચાર દિવસમાં જશે.”
ઈ બરાબર છે. અને બીજી સૂચના પછી આપવા કરતાં અત્યારે જ આપી દઉં'. સુરજને જયારે પાંચમે મહિને બેસે ત્યારે તેને પિયર મેકલી આપવી.” વૈદબાપાએ કહ્યું.
મલુકચંદે એ વાતને સ્વીકાર કર્યો અને બંને નમન કરીને વિદાય થયા.
મલુકચંદ બીજા પાંચ દિન રોકાઈ ગયે. આ પાંચ દિવસના પરિચયથી તે ભાવડ અને ભાગ્યવતીના સ્વભાવને, ધર્મ પ્રેમને અને મેટા મનને બરાબર ઓળખી ગયે.એટલું જ નહિ પણ ભાવડ સાથેની ચર્ચામાં તે એ પણ સમજી શકો કે ક્ષણભંગુર ધન પાછળ હાય બળતરા કરવી એના જેવું અનિષ્ટ બીજુ એક પણ નથી. ધનની પાછળ દોડનારાઓને અને લેભને વશ થઈને ધનને બાથ ભીડીને રહેનારાઓને સ્વપ્નમાં પણ સુખ મળતું નથી. એટલું જ નહિ, પણ અંતકાળે એની વૃત્તિ જડ બની જાય છે. આવતે જન્મ પણ કથળે છે.
આવી અનુપમ પ્રેરણા સાથે મલકચંદ પત્નીને મુકીને વિદાય થશે અને જતી વખતે તેણે પત્નીને બસે સુવર્ણમુદ્રાઓ આપતાં કહ્યું : “તારી મરજી પડે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org