________________
મલકચંદ !
૨૭૩
“છેડીશ.”
તમારા વાણીયાના અથાણુને પાપડ પણ નહિ ખાઈ શકાય. શાકભાજી વધારે ન ખાવાં. ”
“નહિ ખાઉં...”
મન પ્રસન્ન રાખવું, મેટું રાખવું, ઉદાર રાખવું.” જરૂર તારી મનેકામના પુરી થશે.”
દાદા, તો હું આપનો ઉપકાર કદી નહિ ભૂલું.”
તો એમ કર્યું. હું દેઢ મહિનાની દવા આપીશ. નંદપુર જઈને શરૂ કરજે. બે ત્રણ દિવસની દવા બાકી રહે ત્યારે પાછો અહી' આવી જજે...”
દવા કેવી રીતે લેવી ને શેમાં લેવી એ બધું...”
વચ્ચે જ દબાપાએ કહ્યું : “ઈ બધું દવા આપતી વખતે સમજાવીશ. દવા તને પરમ દિવસે આપી શકીશ.. હવે બધાને બોલાવી લે.”
મલકચંદે ભાવડ શેઠને બોલાવ્યા. સહુ ઓસરીએ આવ્યા. દબાપાએ કહ્યું: “ભાવડ, જમાઈ રાજને બધું વિગતે સમજાવી દીધું છે. પરમ દિવસે હું દવા આપીશ. દવાની શરૂઆત નદપુરમાં જઈને કરવાની છે...”
ઘણા જ સંતોષ સાથે મલુચંદે વૈદરાજના ચરણ સ્પર્શ કરીને વિદાય લીધી. સુરજે ઊભા થતાં પૂછયું: “દાદા, મારે કાંઈ દવા કરવાની નથી ? ”
“ ના દિકરી....તને તે વીસ વરસમાંચે કાંઈ રોગ થાય એમ નથી. ” મૂળજીબાપાએ પ્રસન્ન સ્વરે કહ્યું,
સહુ વિદાય થયા. ભા. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org