________________
મલકચંદ!
૨૭૧ સુધી નીરખી લીધી. ત્યાર પછી કહ્યું: “તારે ડાબે હાથ લાવ..”
સુરજે ડાબે હાથ લાંબો કર્યો. મૂળજીબાપાએ નાડી પરીક્ષાનો પ્રારંભ કર્યો. આંખો બંધ કરીને તેઓ જાણચે નાડી વાટે સુરજની કાયામાં ઉતરી ન રહ્યા હોય !
મલકચંદ, ભાવડ ને ભાગ્યવતી એક નજરે વૈદબાપા -સામે જોઈ રહ્યા હતા. નાડી પરીક્ષા કર્યા પછી મૂળજીબાપાએ સુરજને ત્યાં જ સુવાડી અને પેટની પરીક્ષા કરી....... આંખ તપાસી..જીભ જોઈ. હાથ પગના આંગળા તપાસ્યાં. આટલું તપાસ્યા પછી તેઓ બેલી ઊઠયાઃ “દિકરી, આમતે તું સાવ નિરોગી છે...નાડચમાં ય રેગ નથી. બેએક વાર જન્મીને બાળકો મરી ગયાં છે ?”
હા દાદા..” સુરજે કહ્યું.
હ....તારે કઈ દોષ નથી.ઘરકામ બધું હાથે કરવું પડે છે?”
“હા....” “સારું... સારુ....આ જમાઈરાજ....”
સુરજ ભાભી પાસે બેસી ગઈ. મલકચંદ વૈદબાપા પાસે બેઠે. બાપાએ મલુકચંદનો જમણો હાથ લઈને નાડી પરીક્ષા કરી તેઓ ખૂબ ઊંડા ઊતરી ગયા. ત્યાર પછી જીભ, આંખ વગેરે જેઈને કહ્યું : “ભાવડ, તમે બધા જરાવાર લીમડાના ઓટે બેસો. હું જમાઈરાજ સાથે કેટલીક વાત કરી લઉં.”
ભાવડ, સુરજ ને ભાગ્યવતી ઊઠીને બહાર ગયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org