________________
મલકચંદ!
૨૬+ એજ વખતે નારાયણ આ...ભાવડે જોતાં જ કહ્યું : “ક નારાયણ, ગામતરેથી ક્યારે આવ્યા?”
નાહી ધોઈને સીધે અહીં આવ્યો છું.” નીચે ઊભા ઊભા જ નારાયણે કહ્યું. કારણ કે થડા પર બેથી વધારે માણસે બેસી શકે એમ હતું નહિં.
ભાવડ ને મલકચંદ નીચે ઉતર્યા. મલકચંદ સામે જેઈને નારાયણે કહ્યું : “શેઠને કયારેક જોયા હોય એમ લાગે છે...”
“તારી યાદ દાસ્ત ઘણું સરસ કહેવાય. મારા બનેવી છે.બેનના લગ્ન વખતે...”
નારાયણે મલકચંદ સાથે હાથ મીલાવ્યો....ભાવડે -નારાયણ પંડિતનો પરિચય આપે. નારાયણે ભાવડ સામે -જોઈને કહ્યું: “એક મણ સાકર લેવા આવ્યો છું...”
“તે તું લઈ જઈશ?”
નામા સાહેબને ત્યાં કાલથી એક અનુષ્ઠાન કરવાનું છે એટલે સાકર ત્યાં મોકલી આપવાની છે.”
“તારે ઘેર આવવું છે કે.....”
“ના....જમીને મા સાહેબને મળવા જવાનું છે. સાકર સાંજ પહેલાં પહોંચવી જોઈએ.”
વાતરને કહી દે ને મોકલી આપશે....” ભાવડે કહ્યું. '
“ “સારું. હવે રાતે આવીશ.” કહી નારાયણ વાતર તરફ વળ્યો. ભાવડ અને મલુકચંદ ઘર તરફ ચાલતા થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org