________________
२१८
ભાવડ શાહ વિનોદની પાંખે ઉડતા ત્યારે પિતે મહાન પંડિત છે એ વાત ભૂલી જતે.
વાત વાતમાં તક મળતાં મલકચંદે ધર્મદાસ સામે જોઈને કહ્યું : “નગરશેઠ, તમારા મિત્રે મારા પર મોટો અન્યાય કર્યો છે....”
કંઈ વાતનો ?”
એમની પરિસ્થિતિ વિષમ બની ત્યારે મને યાદ પણ ન કર્યો...બેનનું ઘર કંઈપરાયું તે નજ કહેવાયને?” - ધર્મદાસે કહ્યું : “મલકચંદ શેઠ, ભાવડ મારો અંગત મિત્ર છે....હું એની રગેરગ જાણું છું ..સાત સાત વરસ સુધી તેણે ભારે કપરા સંગે વચ્ચે જીવન વિતાવ્યું હેવા છતાં કઈ દી એક કોડીની ચીજ પણ ઉધાર લીધી નથી. બેચ માણસે એક જ માટીના બનેલાં છે. દુખને પીતાં ને પચાવતાં બંનેને આવડે છે. તમે તે થોડા દૂર હતા. પણ હુ’ સામે હોવા છતાં મને પણ એક નાની સરખી તક નથી આપી. હું જ્યારે આ અંગે વિચાર કરું છું ત્યારે મને લાગે છે કે ભાવડ સાચો છે સંબંધ વચ્ચે લેણદેણ આવે એટલે કોઈ વાર સંબંધ કથળે છે... આ તેને આજ પણ ગમતું નથી.”
નારાયણ બલી ઊઠો : “મલકચંદશેઠ, તમારા સાળાને એક માત્ર મારાં ભાભી જ સમજી શકાય છે. એ ખાટલે પડ હતું, કાપડની ફેરી ભાગી ગઈ હતી. છતાં બંને માણસે સદાય હસતાં જ રહેતાં. કેઈદી કોઈ વાતની ફરિયાદ નહિં ..”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org