________________
૨૧૨
ભાવડ શાહ
પતિદાદા અને તેના બંને શિને આવતાં જોતાં જ ભાવડનું હૃદય ભક્તિભાવથી ઉફુલ બની ગયું. શિવુદાદા ખાટલા પાસે જ ઊભા હતા. ભાગ્યવતી, ગંગામા, તેનો પુત્ર વગેરે પણ ત્યાં જ ઊભા હતા અને યતિદાદાને આવી રહેલા જોઈ સહુનાં મસ્તક નમી પડ્યાં હતાં.
યતિદાદાની નજર આ તરફ ગઈ. તેઓ સામેના વિશાળ વૃક્ષ તરફ ન વળતાં આ તરફ જ વન્યા. શ્રાવક શ્રાવિકાએ પણ આ તરફ વળ્યાં.
ચતિદાદા નજીક આવ્યા એટલે ભાવડ વારંવાર વંદના કરવા માંડી. એના નયનો સજળ બની ગયાંયતિદાદાએ નજીક આવીને કહ્યું : “અરે, ભાવડ, આટલું બધું શા માટે કરવું જોઈએ ?”
ભગવંત, આપ નગરીમાં પધાર્યા ને હું કમનસીબ ઉપાશ્રયમાં પણ ન આવી શક... કૃપાળુ..., મનનો આ સંતાપ નિવારવા માટે જ આવ્યો છું.”
યતિદાદા ભાવડની ભાવના જેઈને ખૂબ જ પ્રસન્ન થયા અને ત્યાં જ ઊભા રહી ગયા.
શ્રાવક શ્રાવિકાઓ શ્રી જિન શાસનની જય બોલાવતા ત્યાં જ ગોઠવાઈ ગયા.
યતિદાદાએ મહામંત્ર ગાઈને કહ્યું: “મહાનુભાવે, સંસાર તો અસાર છે જ. એ વાત સહુ કોઈ જાણે છે... પરંતુ સંસાર પ્રત્યેને મેહ એટલે મધુર હોય છે કે નિત્યની ઉપાસના કરવા છતાં અનિત્યને વળગી રહેવામાં આનંદનો આભાસ થાય છે. સંસારનું કોઈ પણ સુખ શાશ્વત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org