________________
૨૧૧
મિત્ર-મિલન !
શિવુદાદા વહેલી સવારે આવી ગયા. મજુરે પણ આવી ગયા અને ભાવને સંભાળપૂર્વક ખાટલા સહિત લઈ જવામાં આવ્યું. તેની સાથે ભાગુ, ગંગામા અને ગંગામાનો દીકરો પણ હતા.
જેઠ મહિને ચાલતો હોવાથી સવારનું વાતાવરણ ઘણું જ સુખદ જણાતું હતું.
- ગામને ગોંદરે એક વૃક્ષ પાસે ખાટલે સંભાળપૂર્વક મૂકવામાં આવ્યો. ભાવડશેઠને આ રીતે ખાટલામાં જતો જોઈને વહેલી સવારે નદીએ જતા લોકોને આશ્ચર્ય તો થયું હતું. પણ કોઈએ કશો પ્રશ્ન નહેતે કર્યો. અનાદિકાળથી શાસ્ત્રકારે લોકોને ઉપદેશ આપતા જ રહે છે કે પાછળથી કેઈની વાત કરશો નહિ. અને અનાદિકાળથી લોકોની આ આદત પણ ઉપદેશની સાથે જ ચાલી આવે છે! લોકો વિવિધ કલ્પનાઓ ઘડવા માંડયા.કેઈએ માન્યું કે ભાવડને બહારગામના કોઈ ચિકિત્સક પાસે લઈ જવાતો હશે, કેઈને થયું કે કોઈ દેવી દેવતાની માનતાએ જતા હશે તે કોઈને એમ પણ થયું કે બિચારે પંચત્વ પામી ગયો હશે.....પણ પાછળ કઈ પ્રકારની રડારોળ ન હોવાથી આ માન્યતા ટકી નહિ.
સૂર્યોદય થતાં થતાંમાં તો ચારસેક જેટલા શ્રાવક શ્રાવિકાઓ સાથે મહાતપસ્વી યતિદાદા દેખાયા.
ભાવડશેઠ ખાટલામાં તકિયે ને ગોદડાને વિટ રાખીને બેઠે થયો હતો. તેના પગ તો સીધા જ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org