________________
૨૧૩
મિત્ર-મિલન ! છે જ નહિ અને સંસારના સુખની વ્યાખ્યા પણ સ્થિર નથી. એક વ્યક્તિને જે વસ્તુમાં સુખ જણાય છે તે જ વસ્તુ અન્યને દુઃખકારક પણ હોય છે. આપ સહુને આ પવિત્ર ભૂમિ પર માનવ દેહ પ્રાપ્ત થયો છે...જૈન દર્શનને ચોગ થયે છે. શ્રી જિનશાસન જેવી મહાન વ્યવસ્થા મળી છે...ખરેખર મહાન પુણ્યના ઉદયનું જ આ પરિણામ સમજયા પછી પાપમાર્ગ તરફ લઈ જતા આકર્ષણથી સહુએ સાવધ રહેવું જોઈએ. આ સાવધતાનું જ બીજુ નામ જાગરણ છે.... ગ છે. દર્શન છે.” ત્યારપછી બે પળ મસ્તક નમાવીને સ્થિરભાવે ખાટલામાં પડેલા ભાવડ સામે જોઈને કહ્યું: “આપ સહુ એક વાત હૈયામાં સાચવી રાખજો. ધર્મને જે ભાગ્યશાળી પ્રાણ સાથે ઝકડી રાખે છે...અનાસક્ત ભાવે...શ્રદ્ધાપૂર્વક અને સ્થિર મનથી જે ભાગ્યવંત ધર્મનું શરણ સ્વિકારે છે તેને ગમે તે પાપોદય પણ વિચલિત બનાવી શક્તો નથી...કારણ કે ધર્મ પતે તેનું રક્ષણ કરતો હોય છે. આટલું કહીને યતિદાદાએ બે હાથ ઉંચા કરી સહુને ધર્મલાભ આપ્યા. ત્યાર પછી ભાવડ સામે જોઈને કહ્યું : “ભાવડ, સ્થિર મનથી ધર્મને વળગી
લેઓએ યતિદાદાને જયનાદ પિકા.
યતિદાદા પોતાના બંને શિષ્યો સાથે વલભીપુરના માર્ગે ચાલતા થયા.
શિવુદાદા આશ્ચર્યચક્તિ થઈને યતિદાદા તરફ જોઈ રહ્યા હતા. યતિદાદા દષ્ટિમર્યાદાથી દૂર થયા ત્યારે કેટલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org