________________
મિત્ર-મિલન !
યતિદાદાને વેળાવીને ભાગ્યવતી પાછી આવી ત્યારે તેનું મન ધન્યતા અનુભવી રહ્યું હતું.
પતિ પાસે જતાં જ તે બેલીઃ “ આજ ઘણું લાંબા સમયે આપણને લાભ મળે.”
તું અહીં બેસ ભાગુ... આજ યતિદાદાએ મને શું કહ્યું તે તે સાંભળ્યું હતું ને?”
ના...પરંતુ ધર્મમાં સ્થિર રહેવાની પ્રેરણા આપી ગયા છે, એમ કંઈક અનુમાન કરી શકું છું. મારું ચિત્ત ગોચરી વહેરાવવામાં હતું. દાદાએ શું કહ્યું?”
ઘણું કહ્યું..આપણુ દુર્ભાગ્યને અંત આવે છે અને પુણોદય શરૂ થવાને છે એ કહ્યું. આપણે ત્યાં એક પુત્ર રત્ન થશે અને તે મહાન કીતિ પ્રાપ્ત કરશે. કેઈ મહાન તીર્થને ઉદ્ધાર એના હાથે થશે...અને આવતા કાર્તિક માસમાં આ નગરીમાં એક ઘડી વેચવા કેઈ પરદેશી આવશે. એ ઘડી માગું આપીને અવશ્ય ખરીદી લેવાની વાત કરી.” ભાવડે પત્નીના પ્રસન્ન વદન સામે સ્થિર નજરે જોતાં કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org