________________
૧૫
ભવિષ્ય વાણું? ભાગ્યવતીએ એક પ્રહર પર્યત ગોટાને શેક કર્યો. દમયંતી ગોટો તૈયાર કરતી અને ભાગ્યવતી શેકતી. વચ્ચે વચ્ચે નારાયણ પણ સહાયક થતો. - મેડી રાતે ભાવડને નિદ્રા આવી ગઈ એટલે દમયંતી અને ભાગ્યવતી એરડામાં સૂઈ ગયાં અને નારાયણ ઓસરીમાં સૂઈ ગયો.
ભાગ્યવતીને નિદ્રા ક્યાંથી આવે ? દમયંતી નીરાંતે સૂઈ જાય એટલા ખાતર તે આંખ બંધ કરીને પડખા ભેર થઈ ગઈ હતી. પરંતુ સ્વામીની આવી સ્થિતિ જોઈને કઈ પત્નીને નિદ્રા આવે? શિવુદાદા પુરુ આશ્વાસન આપી ગયા હતા, છતાં મનમાં અનેક શંકા કુશંકાઓ જન્મતી હતી. થાપાનું હાડકું તો નહિ ભાંગ્યું હોય ને ? શિવુદાદાએ બરાબર તપાસ કરી હતી, પણ એ ભાગ પુષ્ટ અને માંસલ હોવાથી કદાચ ખબર ન પડી હોય તે! એહ, તે તે ભારે થાય છે. એક મહિના સુધી પથારીમાં રહેવાનું છે.” મહિના પછી નહિ ચાલી શકાય તે? અરે, એવાં કયાં પાપ કર્મને ઉદય આવ્યું હશે કે આવી અણધારી પીડા ઉભી થઈ? હે શાસનદેવ, અમે સદાય ધર્મભીરૂ રહીએ છીએખૂબ જ સાવધ રહીએ છીએ...પાપથી દૂર જ રહીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org