________________
૧૯૩
ભવિષ્ય વાણી! છીએ. છતાં આવી વિપત્તિ કયાંથી આવી પડી ? જરૂર આ કેઈ પૂર્વકર્મને જ ઉદય છે..હે મા પદ્માવતી, હે શાસનદેવ, આપ સહાયક થજો..અમારાં ચિત્ત ધર્મમાં સ્થિર રાખજે...
આવા અનેક વિચારે, પ્રાર્થના અને ચિંત્વને કરતાં કરતાં ભળકડું થઈ ગયું. ભાગ્યવતી આસ્તેથી ઊભી થઈ. સ્વામીના ખાટલા પાસે જઈને જોયુ તે ભાવડ નિદ્રાદેવીના મેળે પિઢી ગયે હતે.
સૌથી પ્રથમ તેણે ગાયને નીરણ નાખી. ત્યાર પછી જરાય અવાજ ન થાય તે રીતે વાસી કામ કરવા માંડયું. હજી સૂર્યોદયને બેત્રણ ઘટિકાની વાર હતી એટલે વાસી કામ પતાવીને પ્રતિક્રમણ કરવા બેસી ગઈ.
દમયંતી જ્યારે જાગૃત થઈ ત્યારે તેણે જોયું, ભાભી ધર્મારાધન કરવા બેઠાં છે. ભાભીની પથારી પણ ઉપડી ગઈ હતી.તે લઘુશંકા અર્થે બહાર આવી.. જોયું તે પંડિત અને ભાવડ શેઠ નીરાંતે સૂતા હતા.
ભાગ્યવતી પ્રતિક્રમણ પુરું કરીને ઊભી થઈ વસ્ત્રો બદલાવીને બહાર આવી. દમયંતી ફળીમાં આવેલા લીમડા નીચે ઊભી ઊભી દાતણ કરી રહી હતી. ભાગ્યવતી તેની પાસે ગઈ એટલે દમયંતીએ કહ્યું: “ભાભી, બહુ વહેલા ઊઠયાં લાગે છે! બધું વાસી કામ પતાવી નાખ્યું છે. મને જગાડવી હતી ને !”
મને વહેલા ઉઠવાની ટેવ છે. હવે હું ગાયને ખાણ ભા. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org