________________
જાળ તુટી ગઈ! ય થોડું કામ કરવા દે....લાવો એક થાળી... હું ચેખા વીશ.”
ના જમનાબેન, મારે કાંઈ મેટું કામ નથી. આ એક જ થાળી રહ્યા છે. આ લે, તમારા વર અહીં રાજભવનમાં રહે છે કે જુદા ?”
અરેરે..!” જમનાએ એક ઊંડા નિસાસે નાખીને કહ્યું : “શેઠાણ, વર ઘણે મજાને મળ્યો હતો પણ તમે કી છે એમ સુખ ભાગ્યમાં હોય તે મળે. પરણીને બે મહિના હું એમની સાથે રહી ત્રીજે મહિને કાંઈને કાંઈ કીધા વગર ભાગી ગયા. સાંભળ્યું છે કે કેક શહેરમાં રીચે છે ને બીજુ ઘર કર્યું છે.”
“કર્મરાજાની રમત કઈથી પારખી શકાતી નથી. પણ તમારામાં તે બીજુ ઘર કરવાની છૂટ હોય છે ને?”
છૂટ તો હોય છે......પણ વડારણ રાજની છું એટલે દરબારગઢ છેડીને કયાંય જવાય નઈ ને આ ઘા એવું લાગે છે કે હવે ઈ તરફ મન પણ વળતું નથી.” જમનાએ કહ્યું.
આ રીતે થોડીવાર વાત કરીને જમના ચાલી ગઈ ભાગ્યવતીના મનમાં થયું, બિચારી મનની દુઃખી છે એટલે સમદુઃખીયા પાસે હૈયું હળવું કરવા આવે છે.
ત્રીજે દિવસે જમના જાળ બિછાવવાનો નિશ્ચય કરીને આવી પહોંચી.
ભાગ્યવતી આજ ચાર પાંચ વસ્ત્રો સાંધવા બેઠી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org