________________
" આવું ન શોભે!
૧૬૯
પણ બાંધ... ત્યાર પછી હું મહારાજાને ને મહારાષ્ટ્રને અહીં બોલાવી આવું છું.”
આ સાંભળતાં જ શ્યામસિંહ બોલી ઉઠયો : શેઠજી, મને એક વાર માફ કરે.તમારાં ઘરવાળા મારાં માં જથ્થાબેન છે...”
- “કાળાનાગને તો ફાંસલે જ નાખવો જોઈએ....” રાઘવે કહ્યું.
જમની ગળગળા સ્વરે બેલી ઉઠી : “શેઠજી, એકવાર મને ક્ષમા કરે...હું હવેથી કોઈદી આવું કામ નહિં કરું?”
ભવડે કહ્યું : જમના, જેના મન ચંચળ અને પાપથી ભરેલાં હોય છે તેને વિશ્વાસ કરી શકાય નહિ.”
શ્યામસિંહ કરુણ ભાવે બેલી ઉઠશેઃ “શેઠજી, હું તમારી ગાય છું...એકવાર જીવતદાન આપે...હુ ત્રેત્રીસ કરોડ દેવના સેગંદ ખાઈને કહું છું કે કોઈદી આવા પાપમાં નહીં પડું.શેઠજી, તમે ઉદાર હદયના માનવી છે ને હું દયાની ભીખ માગું છું.”
રાઘવે કહ્યું : “શેઠજી ઉદાર છે પણ હું ઉદાર નથી. તારા તરફથી અમને પાકી ખાત્રી ન મળે ત્યાં સુધી વિશ્વાસ વસે નહિ...”
“શેઠજી, તમે કીયે તે લખત લખી આપું...પણ એકવાર મને ને જમનીને છેડી દે.” શ્યામસિંહનાં નયને સજળ બની ગયાં હતાં.
ભાવડ શેઠે કહ્યું : “મારે લખત બખત કાંઈ લખાવવું નથી . આવાં દુષ્ક તમારા જેવા દરબારને શોભે નહિં. તમારે તે પ્રજાની બેન ઠીકરીયુંની આબરૂનું ૨પુ
વીસ
કે કોઈ
થ
શેઠજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org