________________
મધુર સ્વખ!
પિતે રાજાને સાળો હતો. ઘરમાં એની રંજાડ ને જુવાની કાંક વહરી થઈ હોવાથી માબાપે એને પરણાવી દીધો. પણ જે લક્ષણ જીવનમાં પિલાયાં હોય છે તે મરતાં સુધી ભાગ્યે જ જાય છે.....એમાંય અજ્ઞાનીનાં વ્યસનો તે દૂર થતાં જ નથી. માબાપે મોટી દિકરીને વાત કરી અને તપનરાજાની એપ્રિય ને વફાદાર રાણી હતી એટલે નાના ભાઈને સુધારવા કાંપિલ્યપુરમાં લઈ આવી. અહીં મેટું રાજ..ખાવાપીવાની કોઈ ઉણપ નહિં. થડા દિવસ તો શરમે ભમે ગાડું ચીલે ચડી ગયું...અને જમની મળી ગઈ. દારૂ તે નગરીમાં જ આવતો નહોતો અને છૂપી રીતે તેણે મર્યાદામાં રહીને દારૂ પણ પીવા માંડે.
તપનરાજને કડપ સારો હોવાથી શ્યામસિંહ કે ગાંડપણ ખુલ્લી રીતે કરી શકે એમ નહોતે.... આમને આમ પાંચ વરસ વીતી ગયાં.... ખાસ કાંઈ કામ નહિં. મહારાજનું કેઈ અંગત કામ હોય તો તે કરી છૂટે.... બાકી બે વાર મહારાજને નમન કરી આવે..બેન પાસે જઈને મીઠી મીઠી વાતો કરી આવે ને ભાઈ ફરતા રહે !
અને કમનશીબે એની નજરે ભાગ્યવતી ચડી ગઈ.. ઘણુ વિચારણા કર્યા પછી બંને મિત્રાએ જના ઘડી અને એ રોજના આજે રાતે સાકાર બનવાની આશા નાચી ઉઠી.
સાંજ પહેલાં જ તે દેવળની વાડીએ પહોંચી ગયે. દેવળે બધી તૈયારી રાખી હતી...એક ઝૂંપડીમાં ભગવીકથા, ભભૂત, દારૂનું પાત્ર, નાની પથારી વગેરે ગોઠવ્યાં હતાં.
બરાબર વેશ પરિવર્તન કરાવીને દેવળ બાજુની વાડીએ ચાલ્યા ગ. વાડીમાં એકલે શ્યામસિંહ રહી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org