________________
જાળ તુટી ગઈ!
૧૨૯ હા..” ચાલતાં ચાલતાં જમનીએ કહ્યું.
“તે મારા ખાતર પણ તારી બુદ્ધિને દાવ લડાવી લે.. મારે કાંઈ એની સાથે ભવને નાતો નથી બાંધવો..... માત્ર હાયમાં હારવું નથી. બસ એક જ વાર એને મારી કરવી છે.. અને આજ અછતની બળતરામાં એ બળી રહી છે એટલે જરૂર છાયડી જોઈને લલચાશે.”
દરબારગઢ દેખાણો. જમનીએ કહ્યું: “હું મારો દાવ ફેંકી જઈશ...હવે તમે આઘા તરી જાઓ *
બંને છેડી ડી વારના અંતરે રાજભવનના મુખ્ય દ્વારમાંથી દાખલ થયા.
એક દ્વારપાળે જમની સામે જોઈને કહ્યું: “કેમ જમનીબેન, ખાલી ઠામે ગીયાંતાં ને ખાલી ઠામે પાછા આવ્યા ?'
શું કરું ભાઈ, કાળી ગાયનું મૂત્ર ન મળ્યું.” કહી જમની આગળ નીકળી ગઈ.
શ્યામસિંહ નીકળે એટલે બધા દરવાનેએ મહારાજાના સાળાને નમન કર્યા.
એ જ દિવસે બપોરે જમનીએ ભાવડશેઠના ઘરની ડેલી ખખડાવી. ભાગ્યવતી એાસરીમાં બેઠી બેઠી અનાજ સમું કરી રહી હતી. તેણે કહ્યું: “કોણ ?
“એ તો હું છું બા.” જમનીએ કહ્યું.
સાવ ના સ્વર ! કેણ હશે ? મનમાં આવા પ્રશ્ન સાથે ભાગ્યવતી ઊભી થઈ અને ડેલી ઉઘાડી. સાવ અજાણી સ્ત્રીને જોતાં જ ભાગ્યવતીએ કહ્યું : “કોનું કામ છે બેન ? ઘર તે નથી ભૂલ્યાને ?” ભા. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org