________________
નારાયણ !
૮૧
પાઠશાળાના આચાર્ય તરીકે રહી જવાને ઘણે આગ્રહ કર્યો પરંતુ તારે વિગ અને માતાપિતાની ચિંતા મને અહી ખેંચી લાવ્યા.”
નારાયણ, તું પાછો આવ્યે એ ઘણું જ ઉત્તમ થયું તારી સાધનાનો માતૃભૂમિના લોકોને લાભ મળશે અને તારા જેવા મહાપંડિતની મૈત્રી પ્રાપ્ત થયાને અમને પણ હર્ષ થયા કરશે.”
“હવે તારી વાત કહે.” નારાયણે કહ્યું :
ભાવડે પત્ની સામે જોઈને પછી નારાયણના ખભે હાથ મૂકી કહ્યું, “નારાયણ, તારી વાત જેટલી હર્ષજનક છે તેટલી મારી વાત હર્ષજનક નથી. શાસ્ત્રકારોએ કહ્યું છે કે લેભ એ પાપનું મૂળ છે. એ વાતની મને પ્રતિતિ થઈ ગઈ. મારે વેપાર તો સારો ચાલતો હતો અને એમાં મને સાગરપારનો વેપાર ખેડવાને લાભ થશે..મેં બાર વહાણે વિવિધ પ્રકારનાં માલથી ભરાવ્યાં...મારી પિતૃક સંપત્તિ એટલી બધી નહોતી કે હું બાર વહાણ ભરી શકું, પણ આબરૂ સારી એટલે ત્રણ લાખ સુવર્ણ મુદ્રાનું દેણું કર્યું* અને એક પ્રમાણિક, શ્રેષ્ઠ અને ઉત્તમ મુનિમ સાથે બાર વહાણ રવાના કર્યા પણ પાપનો ઉદય કયારે થાય છે તે માનવીની કલ્પના બહારની વાત છે.” કહી ભાવડ શેઠે બાર વહાણ કેવી રીતે ડૂબી ગયાં, મુનિમ મોતના બિછાને પડ ને દેશમાં આવ્યા પછી બિચારે મૃત્યુ પામ્ય, દેણું ભરપાઈ કરવામાં બધી માલમિલકત કેવી રીતે વહેચી નાખી
ભા. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org