________________
ભાવડ શાર્ક
બંને મિત્રોએ ભેજનમાં ચિત્ત પરોવ્યું.
નારાયણે ચકા મહારાજની મીઠાઈને ન્યાય આપી, દીધો...ઉપર દૂધ પી, હાથમુખ સ્વચ્છ કરી થાળી એક તરફ મૂકી દીધી.
ભાવડે કહ્યું: “હવે ખાટલે ઢાળીને નિરાંતે બેસ ...તારી ભાભીને જમતાં વાર લાગશે.”
કેમ?”
“એનો અર્થ અબળા ન ધારી લેતો. પુરુષ દરેક વાતમાં ઉતાવળો હોય છેસ્ત્રી કોઈ વાતમાં ૌર્ય ગુમાવતી નથી.” કહી ભાવડે હાથ ધોઈને થાળી પણ ધોઈ નાખી અને તે પાણી ગચો. - નારાયણ આ જોઈ ને આશ્ચર્યચકિત થઈ ગયો અને બેઃ “ભાઈ, આ તારા માટે નવાઈની વાત કહેવાય.... વાણીયા એ હું ન મૂકે એ તે હું જાણું છું પણ આવી ગબડાઈ કરે એ તો આજે જ જોયું.”
ભાવડે બીજીવાર થાળી વાટકે ધોઈને પાણી પીધું. ત્યાર પછી મસ્તક નમાવીને ઊભો થયો અને બે : “કઈ વાતની ગાબડાઈ?”
“એઠી થાળી ધોઈને પીવી...” “અરે પાગલ પંડિત, થાળી એ ઠી કયાં હતી ?” “કેમ, દૂધને ખીચડી તે....”
પણ તે પહેલાં થાળી એંઠી કયાં હતી ?
« તે પહેલાં ગમે તેવી શુદ્ધ હોય. આમ કરવામાં આરોગ્ય શાસ્ત્રની દૃષ્ટિએ મને તે કાંઈ લાભ દેખા નહિ.. બલકે...”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org