________________
ભાવડ શાહ
ભાવડે પરિહાસ ભર્યા સ્વરે કહ્યું: “ દમયંતીની આંખ તરફ નજર કરી હતી ?”
હા....” “તે કહે, કઈ આંખમાં ફેલું છે? ” ભાવડે પૂછયું. નારાયણ ચમકશે... “ બંને આંખમાં છે...” વચ્ચે જ નારાયણ બોલી ઊઠ: “શું કહ્યું ભાભી ?” “બંને આંખમાં કુલું નહિ પણ કમળનું ફૂલ છે...” ત્રણેય ખડખડાટ હસી પડ્યાં...
ભાગ્યવતીએ કહ્યું : “બીજી એક મહત્વની વાત મેં જાણી છે તે તમને નહિ કહું.”
“ના ભાભી.....હવે તમે કોઈ વાત છૂપાવશે નહિ.”
હું કહીશ તે ખરેખર નિદ્રા તમારી વેરણ બનશે. “નિદ્રા તો મારી મિત્ર છે....”
તે સાંભળે... દમયંતીએ તમે જ્યારે કાશીએ ગયા ત્યારે તમને જોયા હતા અને મનમાં તમને જ પતિ રૂપે માની લીધા હતા. આ કારણે જ એના પિતાને રાહ જેવી પડી. સમજ્યા ?”
ભાભી ! શુ આ સત્ય છે ?”
“મેં જાણ્યું છે તે કહું છું....હવે કાલે સવારે મને કહી જજે. નિદ્રા તમારી મિત્ર રહી છે કે વેરણ
બની છે ?”
“જરૂર”....કહી નારાયણે રજા લીધી.
ભાવડ અને ભાગ્યવતી શ્રી જિનમંદિરે જવાની. તૈયારીમાં પડ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org