________________
મિત્રનાં લગ્ન !
૧૦૫
થઈ જતી હતી. ભાવડ વછેરી પાસે ગયો.વછેરી ચમકી... પણ ભાવડે કેશવાળી પકડી લીધી અને એક કાનપર એવી કઈ નશ દબાવી કે વછેરી તરત સ્થિર બની ગઈ.
ભાવડે વછેરીને બરાબર જોઈ. ભમરી કેટલી છે, છે કે નહિં, શુભ છે કે અશુભ વગેરે જોયા પછી બીજા લાંછન પણ તપાસ્યાં.
વછેરીનું નિરિક્ષણ કર્યા પછી ભાવડ વિચારમાં પડી ગ...એકબાજુ શ્રીપત શેઠ હતા અને પરિચિત હતા.... બીજી તરફ શ્રદ્ધા સાથે આવેલે તલકચંદ હતો.
વછેરીનું ફરીવાર નિરિક્ષણ કર્યું.
ભાવડ શેઠને વિચાર મગ્ન જેઈને નેમચંદે કહ્યું : કેમ શેઠ વિચારમાં પડી ગયા ? ગંગાદાસે વછેરી જોઈને કહ્યું હતું કે ઉત્તમ છે..જેને ત્યાં જશે તેને ત્યાં દીપી ઉઠશે.”
“ખરેખર વછેરી દીપી ઉઠે એવી છે એમાં જરાય સંશય નથી. પરંતુ મારા માથે ભારે ધર્મસંકટ આવી પડયું છે.”
“કેમ ધર્મસંકટ કેવી રીતે શેઠ” તલકચંદે કહ્યું.
જુ ભાઈ, તમે મારા પર વિશ્વાસ રાખીને આવ્યા અને શ્રીપત શેઠ મારા પરિચિત છે....એક વખત મારા આડતીયા પણ હતા. આ સંજોગોમાં સાચું કહીશ તો બેયના મન ભાંગી જાય છે અને હું કહી શકતો નથી.”
નેમચંદે કહ્યું: “શેઠજી, આપને સત્યના આરાધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org