________________
૧૧૨
ભાવડ શાહ, કરતાં હોય છે, તે સંસાર અગ્નિશમ્યા જેવો જ બની જાય છે. આપણે સંસાર ચાંદના જે શીતળ અને મધુર રહ્યો છે. કારણ કે બંનેના મન એક છે, ભાવ એક છે, હૈયાના ધબકાર પણ સમાન છે. આ જ આપણું સ્વગ છે.”
ભાગ્યવતી સ્વામીના ખોળામાં મસ્તક મૂકીને પ્રસન્નતા અનુભવવા માંડી.
નારાયણનાં લગ્ન પતી ગયાં.
નારાયણ અને તેની પત્ની ભાવડનાં ઘેર પગે લાગવા આવ્યાં ત્યારે ભાવડ મિત્રને ભેટી પડ્યો અને તેના હાથમાં એક સુવર્ણ મુદ્રા મૂક્તાં બેઃ “આ કેવળ મારી ભાવનાનું પ્રતિક છે...”
નારાયણ સજળ નયને પિતાના મહાનમિત્ર સામે જોઈ રહ્યો.
ભાગ્યવતીએ પોતાના સ્વહસ્તે સોનાનો છેડે નારાયણની વહુના કંઠમાં આપતાં કહ્યું: “દમયંતી, તું એક પંડિતની પત્ની બની છે.... પંડિત વ્યવહાર કુશળ ઓછા હોય છે, પિતાની ધૂનના પાગલ પણ હોય છે. તું એને તારા હૈયામાં જ પુરી રાખજે અને સાત દિકરાની માતા બનજે.”
દમયંતી ભાગ્યવતીને વળગી પડી.
થોડીવાર પછી બંને વિદાય થયાં. નારાયણ સાથે એક જુવાન સાથી હતું અને દમયંતી સાથે એક આધેડ સ્ત્રી હતી.
વાતવાતમાં ચાર મહિના વીતી ગયા. ભાવડશેઠની ફરી ચાલતી જ રહી. બંને સુખપૂર્વક રહી શકે એટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org