________________
ભાવડ શાહ
લોકોને સ્વભાવ અતિ ચંચળ–અસ્થિર હોય છે. વાત જ્યારે તાજી હોય ત્યારે લોકો તેને ખૂબ ખૂબ વાગોળતા હોય છે, અને પછી વાત વિસારે પડે છે. ભાવડ માટે પણ લેકે એની જાહેરજલાલીને ભૂલી ગયા હતા.
બાર વહાણ બુડાને પાંચમું વર્ષ ચાલતું હતું.. બાર વહાણે મોકલ્યાને છઠું વર્ષ ચાલતું હતું... હવે તો આ વાત પણ વિસ્મૃત્તિનાં વાદળ પાછળ છુપાઈ ગઈ હતી.
રાઘવ નિયમિત શુદિ અગિયારસના દિવસે અને અમાસના દિવસે ભાવડ શેઠને મળવા અચુક આવતો હતો.
પંડિત નારાયણ તે રોજ મળવા આવતા હતે.
ભાવડ અને ભાગ્યવતી પ્રતિકમણ પૂરું કરીને બેઠાં, ત્યાં નિરંજને ડેલી ખખડાવી.
ભાગ્યવતીએ ડેલી ઉઘાડી. નિરંજને હસીને કહ્યું : ભાભી, આજ એક મહત્વના કામે આવ્યું છું. મારે મિત્ર શું કરે છે?”
ખાટલે બેઠા તમારી જ રાહ જોઈ રહ્યા છે. એવું મહત્વનું કામ શું છે? બ્રાહ્મણને શોધી છે કે શોધવા જવું છે ?”
એાસરી તરફ આવતાં આવતાં નારાયણ બોલ્યો : “ભાભી, મને એક વાત નથી સમજાતી.”
ખાટલા પર બેઠેલા ભાવડે કહ્યું : “કઈ વાત ?”
મિત્રની પાસે ખાટલા પર બેસતાં બેસતાં નિરંજને કહ્યું. “તમે બેય માણસ કેવાં છે એજ મારાથી નથી સમજી શકાતું... હું જે કામ માટે આવ્યો છું તે કામ તો મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org