________________
દર્દમાં આનંદ!
૮૭.
પરંતુ ભાવડને પિતાને કઈ સ્થળે દુઃખ જણાતું નહતું. જે માણસે દુઃખને પિતાના કર્મનું પરિણામ માનતા હોય છે, તેને દુઃખ નથી થતું...બકે દુખ સામે સ્થિર રહીને લડી લેવાનું બળ મળે છે.
બંને માણસો સ્વભાવે પ્રશાંત હતાં. આપણુમાં કહેવત છે કે સંતોષી સદાય સુખી. એ કહેવત ભાવડ અને ભાગ્યવતીના જીવનમાં ચરિતાર્થ થતી હતી. પરિસ્થિતિ તો કેવળ સાધન છે. સાધન માત્ર ક્ષણભંગુર હોય છે. જે પરિસ્થિતિ આજે હોય છે તે આવતી કાલે નથી પણ હતી. જે માણસે પરિસ્થિતિના દાસ થાય છે તે લેકે જ દુખની અમો પાડતા હોય છે. પરંતુ જે માનવી પરિસ્થિતિને સ્વામી બને છે તેને દર્દમાં પણ આનંદને અનુભવ થાય છે, ભાવડ અને ભાગ્યવતી તો હજી નવજવાન હતાં, ધર્મિષ્ઠ હતાં અને જ્ઞાનીઓની વૈયાવચ્ચનાં કારણે સુખદુઃખ એ મનની જ ભ્રમણ છે એમ વિશ્વાસપૂર્વક સમજી શકયાં હતાં. આ આત્મવિશ્વાસ એ જ માનવીનું સાચું બળ હોય છે.
ભાવડને ત્રણ મિત્રો હતાં. એક ખેડૂત રાઘવ, બીજે પંડિત નિરંજન અને ત્રીજે નગરશેઠ ધર્મદાસ. ત્રણેય લગભગ સમવયસ્ક હતા. ધર્મદાસ ત્રણેક વર્ષે મોટો હતે. આજ પાંચ વર્ષથી તે પરદેશ હતે...હજી બે વર્ષ પછી આવશે તેવી સહુની ગણત્રી હતી.
ભાગ્યવતીને ખાસ કઈ બહેન પણ હતી જ નહિ. તેનું જે કંઈ હતું તે સ્વામીમાં જ હતું.
કાપડની ફેરી કરતાં કરતાં સમય પસાર થવા માંડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org