________________
ભાવડ શાહ
તારા પિતાશ્રી તો ઘણું અનુભવી છે. બિચારા વાતંગથી સાવ અપંગ બની ગયા એટલે શું થાય? મારા વતી તું એમને કુશળ પૂછજે.” ભાવડે કહ્યું.
ત્યાર પછી આજના વકરાની ને વેંચાણની તપાસ કરીને ભાવડ ઊભું થતાં બેઃ “ તમારું કામ પતે એટલે દુકાન વધાવી લેજે.”
આટલું કહીને ભાવડ વિદાય થયે, તે ઘેર ન જતાં સીધો શ્રી જિનમંદિરે ગયે. ભાવપૂર્વક શ્રી જિનેશ્વર ભગવંતનાં દર્શન કર્યા અને કહ્યું: “હું ત્રણ જગતના નાથ, કઈ પાપ કર્મના ઉદયથી વિપત્તિ આવી પડે છે...વિપત્તિકાળે આપનું રક્ષણ મારાથી ન ચૂકાય અને મારું મન ચંચળ ન બને એટલું બળ મને અવશ્ય આપજે...આપ સમા લોકેશ્વર સમક્ષ કઈ પ્રકારનાં સુખ સાધનની માગણી કરવી એ આપને ન સમજ્યા બરાબર છે. એથી જ હું કેવળ એટલી પ્રાર્થના કરું છું કે ધર્મમાં સ્થિર રહેવાનું આપ મને બળ આપજો આપ કૃપામય છે...એટલી કૃપા મારા પર અવશ્ય વરસાવજે.”
આ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંતની આરાધના કરીને ભાવડ પોતાના ઘર તરફ ગ.
દહેરાસરથી થોડે જ દૂર જતા સામેથી ભાગ્યવતી આવતી દેખાણી. ભાગ્યવતીએ પ્રસન્ન નજરે સ્વામી - તરફ જોયું...પણ કશું કહ્યું નહિ.
ભાવડ જ્યારે ભવન પર પહોંચ્યો ત્યારે તેના મનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org