________________
માનવી કે દેવ ?
૩૧
વિચાર આવ્યો, “બાર વહાણ બુડી ગયાની વાત હજી નગરીમાં જાહેર નથી થઈ.. પણ આવી વાત ઢાંકી ઢંકાશે નહિં... આજ નહિં તો પાંચપંદર દિવસે આ વાત અવશ્ય પ્રગટ થશે. જીવતા રહેલા ખલાસીએ જ્યારે આ નગરીમાં આવશે ત્યારે આ વાત લોકેના જાણવામાં આવશે તે પહેલાં મારે લેણદારે અંગેનો પ્રબંધ કરવો જોઈએ. અને પત્નીને પણ વાત કહેવી જોઈએ. આવી વાત પિતાના અર્ધા અંગથી છુપાવવી તે ન્યાયયુક્ત નથી.
આમ વિચારમાંને વિચારમાં કેટલો સમય પસાર થઈ ગયે તે કલ્પી શકાયું નહિં. એક દાસ આવીને દીપમાલિકા પ્રગટાવી ગ...પણ ભાવડને એનો ખ્યાલ સરખો ન રહ્યો.
જ્યારે ભાગ્યવતી આ બેઠક ખંડમાં આવીને કહ્યું : “એકલા બેઠા બેઠા શું વિચારી રહ્યા છે ?”
કંઈ નહિં તારી વાટ જોતો બેઠે છું.. ચાલે પ્રતિકમણ કરી લઈએ.” ભાવડ ઊભે છે.
બંનેએ પ્રતિક્રમણ કર્યું. ભાગ્યવતી ઘરકામ સંપેટવા ચાલી ગઈ
ભાવડ પુનઃ બેઠક ખંડમાં આવ્યું અને વિચારે ચડી ગયે. લેણદારોને પાઈએ પાઈ ચૂકવવી જોઈએ. મારુ ગમે તે થાય પણ સાત પેઢીની આબરૂને જરાયે આંચ ન આવવી જોઈએ. આવો નિશ્ચય તેણે મનથી કરી લીધો.
આ નિશ્ચય ઘણે કપરો હતે. દેણું એટલું હતું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org