________________
ભાઈ બહેન !
ત્રણ કેશ દૂરના એક ગામડામાં રોકાઇને રસાઈ મનાવીએ.” ભાવડે કહ્યું.
ભાગ્યવતીએ બે પળ વિચારીને કહ્યું : “ આપણે આવે ક્ષેાભ શા માટે રાખવા જોઇએ ! મારગમાં બેનનુ ઘર આવે ને મળ્યા વગર જઇએ તે કેટલુ* હીણું લાગે? બેનને ખબર પડે તેા એમને સાસરીનાં મેણાં પણ સાંભળવા પડે....! આપણે ગામને પાદર ગાડુ' છોડીને બેનને મળવા જઈ આવીશુ.....અને સાંજ વેળાએ ચાલતા થશું......ને ત્રણ ગાઉ છેટેના ગામડે રોકાશું.” રાઘવે પણ આ વાતમાં ટેકે આપ્યા. એમજ થયુ'. બીજે દિવસે પહેલા પ્રહર પુરા થાય તે પહેલાં જ નંદપુરના પાદરમાં આવેલી એક આંબાવાડીએ ગાડુ' ઊભુ` રહી ગયું.
૪૩
આંબાવાડીમાં એક કુવા હતા. રાવે ગાડાંમાંથી એ ચરૂ ને એક ઘડો લઈ લીધાં. ભાવડે વરાડી લીધી. ભાગ્યવતીએ કહ્યુ` : “ નાહીને જ જવું છે ને ? ” “ હા....ઈ વધારે ઠીક પડશે.” ભાવડે કહ્યુ.... નંદપુરમાં દહેરાસર છે કે નહિ ? ”
(C
“ નથી....નહિ તે આપણે પૂજા કરીને જ જાત.” કહી ભાવડ રાઘવની પાછળ પાછળ કુવે ગયે.
શૌચ, દાતણ આદિ પ્રાતઃકાય પતાવીને ત્રણેયે વારા ફરતી સ્નાન કરી લીધુ. ત્યાર પછી ધેાયેલાં વસ્ત્રો ધારણ કરીને ભાવડ ને ભાગ્યવતી ગામમાં જવા તૈયાર થઈ ગયાં. રાઘવે અળદને નીરણ નાખી....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org