________________
૭૬
ભાવડ શાહ
બંને મિત્રો એાસરીમાં આવ્યા. સૂર્યાસ્ત થઈ ગયો હેવાથી સ્વાગત માટે રાખવામાં આવેલી ખાદ્ય સામગ્રી ભાવડે લીધી નહિ.
નારાયણે ભાવડ સામે જોઈને કહ્યું: “ભાવડ, હું આજે રાત્રે તારે ઘેર આવવાનો છું...તું કયારે નિવૃત્ત થઈશ?”
ગમે ત્યારે આવજે ને હું સાવ નિવૃત્ત જ છું...જઈને પ્રતિક્રમણ કરી લઈશ. પણ તું આજે જ આવ્યો છે, સગા સંબંધીઓ મળવા આવ્યા કરશે. એટલે એક બે દિવસ પછી રાખ તે વધારે સારું.”
“ મારુ મન તારી સાથે વાત કરવા વરસોથી તલસી રહ્યું છે... હું આજે જ આવીશ.”
ભાવડ હિસ્ય...ત્યાર પછી નારાયણના મા બાપને નમસ્કાર કરીને વિદાય થ.
નારાયણ છ વર્ષ પહેલાં કાશીએ ગયે હતો ત્યારે ભાવડે મિત્રને ખૂબ જ પ્રેરણા આપી હતી અને એક સુવર્ણમુદ્રાઓ તેના પરિવારને આપી હતી. નારાયણ અને ભાવડ બાળપણથી ગોઠિયાઓ હતા. નારાયણના પિતા પાઠશાળા ચલાવતા હતા અને ભાવડે ત્યાં જ અભ્યાસ કર્યો હતે. નારાયણ અને ભાવડ બંને ઉમ્મરલાયક થયા ત્યારે ભાવડના પિતા સુંદરશેઠે ભાવડનું લગ્ન કર્યું હતું પણ નારાયણ પર નહતો. કારણ કે પુત્રને કાશીએ વિદ્યાજંન માટે મોકલો હતું એટલે તેના પિતાએ તેને લગ્ન બંધનમાં બાંદ નહોતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org