________________
ભાવડ શાહ
સ્ત્રીઓ શું કહે છે તે જાણું છું. પુરુષે શું કહે છે તે હું કયાંથી જાણું?”
“ સ્ત્રીએ શું કહે છે ?” પહેલાં તમે કહો.”
આપણ નાતને ઘણા માણસ એમ કહે છે કે ભાવડ સાવ બાયલે છે....શું કહે તેમ કરે છે ને બૈરાને નચાવે નાચે છે.” ભાડે મધુર હાસ્ય સહિત કહ્યું.
ભાગ્યવતી હસી પડી અને હસતાં હસતાં બોલી : “ આપણું નાતની સ્ત્રીએ વળી જુદું જ કહે છે... ભાગુ એના ધણીથી સાવ દબાઈ ગઈ છે...બિચારી સાવ વરઘેલી છે ! '
ભાવડે હસતાં હસતાં કહ્યું : “ત્યારે તે બંને પક્ષ સાવ સાચ્ચા. પતિ પત્ની વચ્ચે જે એકતા હોવી જોઈએ તે આપણે જાળવી શક્યા છીએ....મેં કદી તને મારા અધિકારની વસ્તુ માની નથી તેમ તે પણ મારામાં માલિક જેવા પુરુષની કલ્પના નથી કરી. નારીનું સમર્પણ જેમ તે શોભાવ્યું છે તેમ તારા એ મહાન સમર્પણની પૂજા કરવાનું મેં કદી મનમાંથી અળગું કર્યું નથી.”
ભાગુ કંઈ કહેવા જાય તે પહેલાં જ નારાયણે ડેલીની સાંકળ ખખડાવી...ભાવડે તરત કહ્યું : “આવું છું...” વળતી જ પળે તે ડેલીએ પહોંચે અને પોતાના બાલ મિત્રને ભાવથી ભેટી પડ્યું.
બંને અંદર આવ્યા... ભાગ્યવતી ઊભી થઈ હતી...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org