________________
નારાયણ !
૭૭
41 ઘર આ વાત પર પણ સવામાં
ભાવડે ઘેર આવી છે તાનો મિત્ર નારાયણ પંડિત થઈને આવ્યા છે એ વાત પત્નીને કહી અને આજ રાતે નારાયણ અહીં આવવાનો છે તે પણ જણાવ્યું.
પ્રતિકમણથી નિવૃત્ત થઈને ભાવડ એાસરીમાં આવેલ ખાટલે બેઠે....ભાગ્યવતી ગાય વાછરૂની સંભાળ લેવા ગઈ
ગાય માટે ઘાસ–ખાણની ખાસ ફિકર રહેતી નહતી. દસ દોકડે એકમણ કપાસીયા મળતા હતા અને પાંચ સાત કેડીમાં ઘાસની ભારી મળી જતી હતી. ગાયનું દૂધ પિતાની જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં મળતું હતું એટલે એકાંતરા છાસ પણ વાવી શકાતી.. ઘીને પ્રશ્ન આપોઆપ હલ થઈ ગયે હતો.
ગાય વાછરુને નીરણ નાખીને ભાગ્યવતી સ્વામીની સામે એક ચાકળા પર બેસી ગઈ
ભાવડે પત્ની સામે ભાવભરી નજરે જઈને કહ્યું : “ભાગુ, આજે એક વાત પૂછું તે....?”
તમારી વાત હું સમજી ગઈ છું” હસીને ભાગ્યવતીએ કહ્યું.
શું ?”
“ખરેખર મારા મનમાં કોઈ પ્રકારનું દુઃખ કે અસંતેષ છે નહિ. સ્ત્રીનું સારું સુખ એના પતિમાં જ છૂપાયેલું છે. પતિની પ્રેમ ભરી નજર પ્રાપ્ત થાય એટલે સ્ત્રીને સ્વર્ગનાં સુખની પણ ઈચ્છા થતી નથી.”
હસીને ભાડે કહ્યું: “મારા મનની વાતને જ તે ઉત્તર આપી દીધો પણ લેકે પાછળથી શુ કહે છે તે જાણે છે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org