________________
૭૪
ભાવડ શાહ
પધારતા ત્યારે ભાવડ ધંધાની પરવા કર્યા વગર એમની વચ્ચોવચમાં ગુંથાઈ જતો.
ભાગ્યવતીએ સ્વામીને ઘણી વાર કહેલું કે...“ઘરમાં બેસીને થઈ શકે એવું થોડું થોડું કામ મને પણ કરવા દો.”
ભાવડે આછા હાસ્ય સહિત ઉત્તર આપેલેઃ આ કે બેલે છે? ભાવડની પ્રિયતમા કે બીજુ કઈ? ભાગુ, તું ઘર સંભાળે છે એ શું થોડું કામ છે? અને મારા બાવડાનું બળ તૂટી ગયેલું માને છે ?”
ત્યાર પછી ભાગ્યવતીએ આ અંગે કદી એક શબ્દ કહ્યો નહતે.
બંદર પર પિતાના બાર વહાણને વિદાય આખ્યાને ચાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં ..
અને ભાવડનો એક સહપાઠી બ્રાહ્મણ મિત્ર કાશીને અભ્યાસ પુરો કરીને છ વર્ષે ગામમાં આવ્યું.
ગામમાં આવતાં જ તેણે પિતાના માતાપિતાને ભાવડ અંગે પૂછપરછ કરી. માતાપિતાએ ભાવડના બાર વહાણ ડૂબી જવાની, મરદાનગી પૂર્વક ભાવડે સઘળું દેણું ચૂકતે આપ્યાની, ઘરબાર, માલ વગેરે જતું કર્યાની અને અત્યારે કાપડની ફેરી કરીને એક અટકી વીર માફક પિતાને સંસાર ચલાવતો હોવાની સઘળી વાત કરી.
નારાયણ શર્મા પોતાના મિત્રની આ બધી વાતો સાંભળીને ભારે દુઃખી થશે.
નારાયણ કાશીએ ભણી, મોટો પંડિત થઈને આર. છે એ સમાચારથી ગામમાં રહેતા સગા સ્નેહી એ હર્ષ કરવા આવવા માંડયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org