________________
૪૫
ભાઈ બહેન ! હોવાથી અવારનવાર શુભકાર્યને ફાળાએ આવતા...એ વખતે તેનું ચિત્ત ભારે વિકળ બની જતું. જ્યાં સૌ રૌમ્ય મુદ્રાએ આપવાની હોય ત્યાં મહામહેનતે તે દસ મુદ્રાએ આપતો.
ભાવડ પોતાના બનેવીને આ સ્વભાવ જાણતો હતો. ધણી આગળ બેનનું કાંઈ ચાલતું નહોતું. બેનને સ્વભાવ ઉદાર હોવા છતાં તે સાવ બિચારી હતી.....કારણ કે માથે સાસુ બેઠાં હતાં અને એક વિધવા નણંદ હતી. અને મા દિકરી મલકચંદ કરતાં સવાયાં હતાં ઘેર સારું એવું દુઝાણું હતું... લગભગ એસી ગાયે હતી...પણ જ્યાં બધાં લેભી હોય ત્યાં એક ઉદારનું કંઈ ઉપજતું નથી.
ભાગ્યવતીને આ વાતની ખબર તો હતી જ.... પણ તેણે આગળ કદી જોયું નહોતું. પરણ્યા પછી તે બે વાર પિયર ગઈ હતી. સાસુ સસરાના અવસાન પછી તે ભાવડથી અળગી જ થઈ શકી નહોતી....
ભાવડ અને ભાગ્યવતી બેનને ઘેર ગયાં...
બેન ફળીમાં બેઠી બેઠી કંઈક કામ કરી રહી હતી. ભાઈ ભાભીને ડેલીમાં દાખલ થયેલાં જોતાં જ તે ઊભી થઈ ગઈ તેના નયને અંતરના હર્ષથી...નાચી ઊડત્યાં તેણે ઓસરીની કે બેઠેલાં સાસુ સામે જોઈને કહ્યું, “બાઈજી, મારાં ભાઈ ભાભી આવ્યાં છે ! ” - ભાઈ ભાભી આવ્યાં છે એટલું સાંભળતાં જ સાસુના હૈયામાં જાગ્યે તેલ રેડાયું ! પણ લોભી માણસોને દંભ કરતાં સારો આવડે છેસાસુએ કહ્યું : “આવો આવો...ભાવડ શા....આ ..અરે, અગાઉથી સમાચાર મોકલ્યા હોત તો મલકચંદને સામે મોકલત....બેય સાજા નરવાં છેને?”
Jain Education International
For Private & Personal Use Only
For Private
WWW.jainelibrary.org