________________
વિરામનો અશ્રુ
દસમને દિવસે ભાવડનું ગાડું ગિરનારની તલાટીએ પહોંચી ગયું.
માર્ગમાં કોઈ પ્રકારનું વિઘ નહતું આવ્યું. રાજા વીર વિક્રમની આણ ફરતી હોવાથી અને જનતામાં કોઈ પ્રકારનો અસંતોષ ન હોવાથી લુંટ, ચોરીના બનાવો બનતા જ નહોતા. એકલ દોકલ યાત્રિક નિર્ભયતાથી પ્રવાસ ખેડી શકતો હતે....અંગત વેરઝેર તો અજ્ઞાનીનાં અંતરમાં પડ્યાં જ હોય છે. એવા અજ્ઞાનીઓ કોઈ કોઈ ઝબકતા હતા અને મારફાડ કરતા હતા. પરંતુ આવા અજ્ઞાનીઓ પણ જનતાને કદી છેડતા નહતા.
લૂંટ ચેરીના બનાવો તે લગભગ ભુંસાઈ ગયા હતા. લૂંટ–ચારી પાછળ મોટે ભાગે માનવીને થયેલો અન્યાય અથવા ગરીબીની કારમી વેદનાં જ હોય છે. આ બંને દુષણે વીરવિકમે લગભગ નાબુદ કર્યા હતાં. જ્યાં રાજકારોબાર નિર્મળ હોય છે, જાગૃત હોય છે અને પ્રજાની મુશ્કેલીઓને અગ્રસ્થાન આપતો હોય છે ત્યાં અનિષ્ટને અંત આવે છે. છતાં સઘળાં અનિષ્ટ કદી વિલય પામતાં નથી. કુસંસ્કાર અથવા તો પૂર્વકર્મના ફળ રૂપે આવેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org