________________
નારાયણ !
ગિરનારની યાત્રાએ જતાં આવતાં લગભગ એક મહિનો થઈ ગયો હતો. નાનું ઘર સાવ અવાવરું હતું... રાઘવ બે દિવસ પોતાના મિત્રને ઘેર રોકાશે અને ત્રણેયે મળીને ઘર વ્યવસ્થિત કર્યું.
ત્રીજે દિવસે વિદાય લેતી વખતે રાઘવે કહ્યું : “ભાવડ શેઠ, મારી એક વાત રાખે તો કહું.”
કહે...આમ તો હું તારું મન સમજી ગ છું... પણ તારી વાત એગ્ય હશે તો હું જરૂર સ્વીકારીશ.” ભાવડે પ્રસન્ન સ્વરે કહ્યું.
હું અભણ માણસ...તમારી સાથે ધડ નહિં કરી શકું..મારી પાસે એક દુઝણી ગાય ઘણી ઉત્તમ છે. આપની જ આપેલી છે. અહીં કાંઈ દુઝાણું છે નહિં તે ઈમોકલી આપું.”
તારો વિચાર વ્યવહારિક છે એમાં ના નથી... પણ અમે બે માણસ અમારામાંથી માંડ નવરા થતા નથી... ત્યાં ગાય રાખીને બેજે વધારે તે બરાબર નથી...વળી તું તે બધું જાણે છે... પણ કાંક થાળે પડ્યા પછી હું ને જરૂર યાદ કરીશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org