________________
વિયોગનાં અશ્રુ !
ભજન કાર્ય પતાવ્યા પછી ભાવડે પત્નીને કહ્યું: ભાગુ, બસે સુવર્ણ મુદ્રાએ તીર્થસ્થાનનાં મળી છે.”
તીર્થસ્થાનમાં જ વાપરીએ...તમારા મનમાં જે ભ ઊભું થયે હતું તે પણ દૂર થશે. મને તો લાગે છે કે યાત્રિકોની સંખ્યા સારી છે..તેરસના નવકારસી કરીએ...”
ભાવડે પ્રસન્ન નજરે પત્ની સામે જોયું. તેના મનમાં થયું... પુણ્યદય વગર આવી ઉદાર હૃદયા પત્ની પ્રાપ્ત થાય નહિં. સ્ત્રીઓના સ્વભાવમાં જ પ્રાકૃતિક સંકોચ હોય છે તે પણ ભાગુમાં નથી.
એ જ સાંજે ધર્મશાળાના મુનિમને બોલાવીને તેરસના દિવસે નવકારસી કરવાની ભાવડે ઇચ્છા દર્શાવી.
મુનિમ ખુશ થઈ ગયા. તેણે તરત તીર્થન મુનિમને બોલાવ્યા અને નક્કી કર્યું.
ખાદ્યદ્રવ્ય ખૂબ જ સસ્તાં હતાં. સંઘ જમાડવામાં કઈ માટે ખર્ચ આવે એમ નહતો...માત્ર પચાસ સુવર્ણ મુદ્રા.
પરંતુ ભાવ મેટા મુનિજીના હાથમાં સે સુવર્ણમુદ્રાઓ મૂકીને કહ્યું “મુનિમજી, ઉત્તમ સામગ્રી બનાવો... બે ત્રણ જાતના કે પાંચ પકવાન કરો....અને માત્ર જૈન જ નહિ...બીજાએ પણ જમી જાય એવી વ્યવસ્થા કરો.”
મુનિએ ભાવડ શેઠને અભિનંદન આપ્યા.
ત્યારપછી યાત્રા કરીને આવનારાઓને ભાતી આપવાનું ભાવડે પૂછ્યું. સુરજબેન સુંદરશેઠના નામે સાત દિવસ પર્યત ભાતી આપવાનું નકકી કર્યું. ત્રણ દિવસ સુધી સુરજબેનના નામે ભગવાનની અંગરચનાનું નક્કી કર્યું...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org