________________
૫૮
ભાવડ શાહું
નહતી આપી કે રાજના ધનથી પોષાતી સંસ્થાઓએ પણ નહોતી આપી. એ પદવી આપી હતી સ્વય જનતા જનાર્દને !
જ્યાં સુધી જનતા કે કોઈ પણ રાજ્યને નિર્ભયતાપૂર્વક વંદના ન કરે, ત્યાં સુધી રાજ્યના ખવાસ રાજકર્તાના ગમે તેટલાં ગુણગાન ગાય એને કઈ અર્થ નથી.. કારણ કે ભાડૂતી કીર્તિ કે યશગાન કરી જનહૃદયમાં સ્થિર થતાં નથી.
તલાટીમાં નાની મોટી એકવીસ ધર્મશાળાઓ હતી... ભાવડ શ્રી રૈવતાચલની યાત્રાએ એકવાર આવ્યું હતું. ત્યારે તેનું વય માત્ર પાંચ વર્ષનું હતું. તે પોતાના માતાપિતા ને અન્ય સ્વજનોના સંઘ સાથે આવ્યો હતો. એ વખતે તેના પિતા સુંદર શેઠે એક ધર્મશાળા તૈયાર કરાવી હતી અને શ્રી સંઘને અર્પણ કરવા જ આવ્યા હતા.
બાલવયનાં બધાં સ્મરણો તે ભાવડને યાદ નહોતાં પરંતુ પરમકૃપાળુ શ્રી નેમિનાથ ભગવંતની શ્યામલ-સુંદર પ્રતિમા બરાબર હચે કોતરાઈ ગઈ હતી.
- શ્રી સિદ્ધગિરિવર પર એક દુષ્ટ રાક્ષસ પોતાની જાતિના કેટલાક સભ્યો સાથે રહેતું હતું અને ભારે ઉપદ્રવ મચાવતું હતું. આ રાક્ષસને દૂર કરવાના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા હોવાથી એ શાશ્વતું તીર્થ બંધ પડી ગયું હતું. પાદલિપ્તપુરમાં વસતા જેનો પણ ગિરિરાજના દર્શન કરી શકતા નહોતા. અને કદાચ કોઈ સાહસ કરીને ઉપર જતે તે રાક્ષસે તેને મારીને ખાઈ જતા. આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org