________________
૪૬
ભાવડ શાહ ભાવડ ને ભાગ્યવતી બેનની સાસુને પગે લાગ્યાં. ભાવડે કહ્યું : “ધર્મની કૃપાથી સુખરૂપ છીએ. ગિરનારજીની યાત્રાએ નિકળ્યાં છીએ....રસ્તાનાં બેનનું ઘર આવે એટલે એમને એમ જવું ઉચિત ન ગણાય. આપની તબિયત સારી છે ને ? ” ભાવડે કહ્યું.
ત્યાં સુરજબેનની નણંદ પણ એારડામાંથી બહાર આવી. સુરજ પણ હાથ મેટુ ધોઈને પિતાની ભાભી સાથે એક ઓરડામાં ગઈ
એક નોકરને ડેશીમાએ હાટડીએ દોડાને કહેવરાવ્યું કે મલકચંદ ઘરે આવે...કપિલપરથી ભાવડશા ને તેનાં ઘરવાળાં આવ્યાં છે.
નોકર દોડતો પેઢીએ ગ. મલકચંદ થડે બેઠે હિતે, નેકરે સમાચાર આપ્યા. મલકચંદ ભારે મુંઝવણમાં મકાઈ ગયે. તેના મનમાં થયું, ભાવડ આવ્યું છે કાંક મદદ માગવા..એછામાં ઓછી દસ પંદર હજાર સુવર્ણમુદ્રાઓની માગણી કરશે.....ના પડાય નહિ ને દેવાનો કોઈ અરથ નઈ..વ્યાજે અપાય નઈ ને ધન પાછું મગાય નહિ...ભારે સંકડામણમાં આવી પડશે ! તેણે નોકરને કહ્યું
માને કહેજે કે શેઠ એક દરબારના કામે બાજુનાં ગામડે ગયા છે...સાંજે આવી પહોંચશે.”
નોકર શેઠના સ્વભાવથી પરિચિત હતું. તેને પણ ખબર પડી ગઈ હતી કે એલલ સાયબીવાળા ભાવડ શેઠ વેપારના કારણે બધુ ખઈ બેઠા છે.શેઠની આવી નબળી મનોવૃત્તિને મનમાં ભાંડતે ભાંડતે નેકર ઘર તરફ પાછા વજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org