________________
ભાવડ શાહ
તો થોડાંક પિતાયાં કરી નાખવાનાં... હવે તે પચાય એવું નથી... જા... ઝટ મળીને આવજે .” કહી. સાસુ પાછાં સૂઈ ગયાં.
નણંદ ત્રાંસી નજરે ભાભી સામે જોઈ રહી હતી.
સરજ ભાઈને મળવા ડેલી બહાર નીળી ગઈ. દિકરીએ માને કહ્યું: “બા, ભાભીના ગળામાં ને હાથમાં નજર કરી હતીને ?”
હા.. ફકર કરવા જેવું કાંઈ નથી. ને દાગીનો તો એના પીયરને છે..આપે તો ભલે...એમાં આપણે કાંઈ કહી શકીએ નહિ.” ડેશીએ કહ્યું.
સુરજ આંબાવાડીચે પહોંચી ત્યારે રાઘવ બળદને પાણી પાઈ ને દોરી રહ્યો હતો. ભાઈ ભાભી એક આંબા. નીચે ગોદડું પાથરીને બેઠાં હતાં. રાઘવે મલકચંદને જોયાની વાત કરી હતી અને બાવડે એ વાત સાંભળી ન સાંભળી કરી નાખી હતી.
બેનને આવતી જોતાં જ ભાઈ ઊભું થઈ ગયો અને બાહ્ય : ૮૮ આવ્ય બેન...તારી ભાભી મને કહેતીતી કે બેનને ઘરને ઢસરડો ઘણો ખેંચ પડે છે.”
“સાસરીમાં તો બધું ય કરવું પડે.” હસતાં હસતાં સુરજે કહ્યું અને ભાભી પાસે બેસી ગઈ
થોડીવાર અરસપરસની વાતો કરીને સુરજે કહ્યું : ભાઈ, તારું અત્યારે કેમ ચાલે છે એ હું પૂછી શકી નથી. અને પૂછીને ય હું કાંઈ કરી શકું એ સ્થિતિમાં નથી. પણ મને એક વિચાર આવ્યો છે.”
હસતાં હસતાં ભાઈએ બેનનો હાથ પકડીને લાડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org