________________
માનવી કે દેવ ?
૩૭
અમલી બનાવવા માંડે. પેઢીએ બેસીને તેણે વાતરોને રેકડેથી જ વેચાણ કરવાની સૂચના આપી દીધી અને ઉઘરા માટે પુરતી વ્યવસ્થા કરી.
દસબાર દિવસમાં જ લગભગ સવાલાખની ઉઘરાણું ભેગી થઈ ગઈ. બીજા પંદર દિવસમાં સઘળે માલ વેચી નાખ્યા અને વીસેક હજારની બીજી ઉઘરાણું પાકી. ઘરની દુકાન પણ સારી કિંમતે વેચાઈ ગઈ.
અને ભાવડ શેઠનાં બારેય વહાણ મધદરિયે ડૂબી ગયાની વાત ખુલી થઈ ગઈ
ભાવડશેઠે સ્થાનિક વેપાર અંગેનું બધું દેણું પતાવી દીધું...હવે માત્ર વહાણના માલ અંગેનું દેણું રહ્યું હતું. ભાવડ શેઠે એક મરદને છાજે એવી સ્વસ્થતા રાખીને સાત સાત પેઢીને દરદાગીનો વેંચી નાખ્યો...જે કે વહાણને માલ ખરીદતી વખતે તેણે જેટલું સુવર્ણ હતું તે સઘળું વેંચી નાખ્યું હતું. ઢોર ઢાંખર આપી દીધાં પોતાના જુના ખેડૂતોને ત્યાં. બધી ઘડીએ વેંચી નાખી...મકાન પણ વેંચી નાખ્યું અને ગામમાં ને ગામમાં એક બે એરડાનું મકાન ખરીદી લીધું. બધાં દાસ, દાસીએ, નોકર, ચાકર, વણેતર સહુને ઘણા જ વેદનાભર્યા હૈયે છૂટા કર્યા.
ગામમાં એમની હરોળનાં વેપારીએ ભાવડની સ્થિરતા જોઈને દાંતમાં આંગળા કરડવા માંડ્યા. કેટલાક વેપારીઓ કહેતા કેઃ “ભાવડે એક તો સમજ્યા વગરનું સાહસ કર્યું અને ગરીબી વહોરીને આબરૂનું પૂછડું પકડી રાખ્યું. આ વેપાર છે...આસમાની સુલતાની આવી પડે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org