________________
ભાગ્યની રમત !
રહ
ભરાવી દીધી. ત્યાર પછી એક દાસી સાથે ચાવીને ઝુડે પત્નીને મોકલાવી પોતે બેઠક ખંડમાં આવ્યું.
તરત બંને જુવાન ઘરબહાર નીકળી ગયા. સાંજ પડવાને હજી ઘણી વાર હતી.
નગરીનો દરવાજે પણ બહુ દૂર નહોતે. બંને વાતો કરતા કરતા માળીના નાના ઉપવનમાં પહોંચ્યા.
અશ્વ જોઈને જ ભાવડે કહ્યું: “આ તે બંદરેથી જ મેળવ્યું લાગે છે.”
“હા” કહી સ્વરૂપચંદે પોતાને અશ્વ તૈયાર કર્યો.
ભાવડ શેઠે કહ્યું: “સ્વરૂપચંદ શેઠ, મારું એક કામ કરજો આ નાનકડી થેલી કરમચંદના પરિવારને આપજે. આમ તો મારે કરમચંદને મળવા આવવું જોઈએ...પણ શું કરુ? ઘરમાં અન્ય કે પુરુષ નથી...છતાં એકાદ મહિનામાં હું આવીશ. કરમચંદને મારાવતી દર્ય આપજે અને કહેજે કે ભાવિભાવ બન્યા કરે છે... એની વિમાસણ ન હોય... એના પરિવારને પણ દૌર્ય આપજે...”
સ્વરૂપચંદે કહ્યું : “શેઠજી, આપ ઘણા મેટામનના લાગે છે. કરમચંદ મુનિમ અમારા પરિચિત છે....તેઓએ અમારે ત્યાં અગાઉ ત્રણ વર્ષ કામ કર્યું હતું...ઘણે જ પ્રમાણિક અને નિખાલસ માણસ છે...આપ એના અંગે કશી ચિંતા કરશે નહિ. પણ આપ એકવાર મારાં બહેનને લઈને જરૂર આવજે...ભુગુકચ્છના દહેરાસરે ઘણા જ ભવ્ય છે...પ્રાચીન પણ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org