________________
જ્ઞાન પછી પોતે સ્વ-પર પ્રકાશક થયો. પછી વીતરાગ થાય. વીતરાગ ભાવ એટલે સ્વ-પ્રકાશભાવ, એટલે બુદ્ધિનો અભાવ. બુદ્ધિ હોય ત્યાં સુધી પરપ્રકાશ, ત્યાં સુધી ડખો. બુદ્ધિ ખસે તો વીતરાગ ભાવ આવે.
બુદ્ધિનો પ્રકાશ એટલે “હું ચંદુ, મને જ દેખાય છે, હું જ કરું છું.” ખરેખર તો આ જ્ઞાયકને દેખાય છે. આત્મા જ્ઞાયક સ્વભાવી છે.
જેને ડિરેક્ટ જ્ઞાનનું આવરણ ખસે તેટલું કેવળજ્ઞાન શું હશે, એ સમજી શકે. બીજાને કેટલીક વાત સમજાવી શકે, કેટલીક વાત પૂરી ન સમજાવી શકાય.
મન-વચન-કાયાની ટેવોને પોતે જાણે છે અને પોતે પોતાના આત્મ સ્વભાવને પણ જાણે છે. કારણ કે પોતે સ્વ-પર પ્રકાશક છે.
આત્માનો સ્વભાવ પ્રકાશસ્વરૂપ હોવાથી જગતનું પ્રતિબિંબ પોતાનામાં પડે છે. તેથી લોકોની સ્થિતિનું પોતાનામાં દેખાય તો મૂંઝાવાની જરૂર નથી. લોભિયાનો લોભ દેખાય, સામાના મનની સ્થિતિ શું છે તે દેખાય.
અરીસો છે તેમાં જે દેખાય છે તે ચીજો એની બહાર છે પોતે પ્રકાશિત ભાવ હોવાથી પોતાની મહીં ઝળકે છે, ત્યારે પોતાને મૂંઝવણ થાય કે આ મહીં પેસી ગયું. મને કેમ આમ થાય છે ? ખરેખર મહીં પેસે જ નહીં. આ તો પોતાને દેખાય છે. જ્ઞાની પુરુષ કહે છે કે અમારામાં બધી ચીજો ઝળકે પણ અમે ગૂંચાઈએ નહીં કે આ કેમ અમને પેસી ગયું? અરીસાનો સ્વભાવ છે એવું જાણી લેવું જોઈએ.
આત્મા સ્વ-પર પ્રકાશક છે. જો આત્મા સ્વને પ્રકાશ કરે તો પર ક્યાં ગયું ? વ્યવહાર છે તો એને પ્રકાશ કરે. વ્યવહાર શેય છે, નિશ્ચય જ્ઞાતા છે. જે આત્મા વ્યવહાર સાથે ના હોય તો એ આત્મા જ ન્હોય. છતાં આત્મા વ્યવહારને જરાય હરકત ના કરે.
પોતે દેહધારી છે ત્યાં સુધી સ્વ-પર પ્રકાશકદેહધારી ના રહે તો પૂર્ણ જ્ઞાનપ્રકાશ થઈ ગયો. એટલે વ્યવહાર આત્મા સ્વ-પર પ્રકાશક થાય છે. મૂળ આત્મા તો સ્વનોય નહીં, પરનોય નહીં. એ તો સંપૂર્ણ પ્રકાશિત છે. એને કોઈ વિશેષણ જ નથી. વિશેષણ માત્ર વ્યવહાર આત્માના છે.
59