________________
[૧૯.૧] જીવની દશાના ભાંગા
૩૧૯
સિદ્ધશીલાએ પહોંચતા સાદિ અનંત, અનંત સમાધિ સુખ
‘પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત, અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો.”
-શ્રીમદ્ રાજચંદ્ર શું કહેવા માગે છે એ ? ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સ્થિતિમાં ત્યાં પહોંચ્યા તો ખરા, પણ ત્યાં આગળ કયા સુખમાં પહોંચ્યા ? ત્યાં કયું સુખ આપણને વર્તશે ? ત્યારે કહે છે, સઆદિ અનંત સુખ. સાદિ, સ-આદિ. સ-આદિ અનંત એટલે આની શરૂઆત થઈ. ત્યાં પહોંચ્યા તે સ-આદિ છે અને હવે અનંતકાળ સુધી એનું સ-આદિ અનંત, અનંત સુખમાં.
પ્રશ્નકર્તા એટલા માટે બે વખત એકનો એક શબ્દ વાપર્યો ?
દાદાશ્રી : એનો એ શબ્દ વપરાવ્યો છે. સાદિ અનંત, અનંત સમાધિ સુખમાં.” અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. દર્શનેય અનંત અને અનંત જ્ઞાન સહિત જો, કહે છે. સમાધિ સુખમાં.