________________
[૧૯.૨] સિદ્ધક્ષેત્ર
૩૨૯
કલ્પનાઓ. એ કલ્પનામાં આ બધું આકારી કયું છે ? આ પુદ્ગલ જે છે એ રૂપી તત્ત્વ, એ આકારી. બાકી બીજા તત્ત્વો આકારી છે જ નહીં, નિરાકારી છે.
પ્રશ્નકર્તા ઃ અત્યારે જે હોય તે બધા માણસો એમ જ કહે છે કે આ બધું નિરાકાર જ છે.
દાદાશ્રી : નિરાકાર એ તો બધા આ પુસ્તકના લખેલા પ્રમાણે બોલે છે. પોતાની સમજથી બોલતા નથી બધાય.
ચરમ શરીરના બે તૃતિયાંશ જેટલી સાઈઝ સિદ્ધક્ષેત્રે પ્રશ્નકર્તા સિદ્ધોની સાઈઝની માત્રા શું ?
દાદાશ્રી : જે મનુષ્ય દેહ હોય, એની સાઈઝમાંથી વન થર્ડ બાદ કરે, એ એઝેક્ટ સાઈઝ. આમાંથી વન થર્ડ બાદ કરી નાખે, એટલે એ વન થર્ડ શેના બાદ કરવાના? ત્યારે કહે, મહીં હવાના અને એ બધું મહીં ભરેલું છે, એ બધું ખાલી કરી નાખે. પછી એ જ એની સાઈઝ.
પ્રશ્નકર્તા ઃ સિદ્ધોનું કંઈ પરિમાણ હોય છે ?
દાદાશ્રી : એ પરિમાણ છે તે જેટલી ઉંમરે નિર્વાણ કાળે જેટલો દેહ ઊંચો હોય એટલા દેહનું ત્યાં આગળ પરિમાણ હોય. બસ, બીજું કશું ફેર ના હોય. બાકી બધાય પરમાનંદી.
અહીં દેહની જેટલી ઊંચાઈ-નીચાઈએ જેનું નિર્વાણ થયું હોય તે પ્રમાણે હોય.
પ્રશ્નકર્તા ઃ જેવું શરીર મળ્યું તેવો આકાર ?
દાદાશ્રી હં. છેલ્લા દેહે, જે દેહે નિર્વાણ પામ્યો તે દેહનો (૨૩) આકાર એવા સ્વરૂપે ત્યાં સિદ્ધદશામાં દેખાય.
જે કાળે જે દેહ પામ્યો, તે કોઈ કાળે તો બહુ ઊંચા દેહ હોય છે, તો એમાંય ટુ થર્ડ રહે અને નીચો દેહ હોય તોય ટુ થર્ડ રહે.