________________
[૧૯.૨] સિદ્ધક્ષેત્ર
પ્રશ્નકર્તા : કરોડમાંથી એક પણ જીવ સિદ્ધ નથી થઈ શકતો, તો અનંતા ક્યાંથી થાય ?
૩૩૭
દાદાશ્રી : અનંતા સિદ્ધો અનંતકાળથી થયા છે ને આ અનંતકાળ સુધી થયા જ કરશે.
પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્રમાં જેમ થિયેટરમાં હાઉસફુલ થઈ જાય, એમ ત્યાં પણ હાઉસફુલ થાય ખરું ?
:
દાદાશ્રી : એ કલ્પના આપણી હોય છે. ત્યાં તો એટલી બધી વિશાળતા છે, ત્યાં અનંતા સિદ્ધો હોવા છતાં હજુ અનંતા સિદ્ધો થયા કરશે. બધું અનંતું છે ત્યાં આગળ બધું.
મોક્ષે પહોંચતા પહેલાનું અંતિમ શરીર એ ચરમ શરીર
પ્રશ્નકર્તા : સિદ્ધ થતા પહેલા ચરમ શરીર હોય તો એ શું છે ?
દાદાશ્રી : ચરમ શ૨ી૨ એટલે છેલ્લું પુદ્ગલ. તીર્થંકરોને ચરમ શરી૨ હોય, ચરમ પુદ્ગલ. એટલે ફરી એ બીજું પુદ્ગલ ઉત્પન્ન ના થાય.
ચરમ શરીર કોને કહેવાય ? જે શરીરે મોક્ષે પહોંચાય એ છેલ્લું બૉડી, લાસ્ટ બૉડી. એ બૉડી બહુ સુરક્ષિત હોય છે. એટલું બધું સુરક્ષિત કે, મારીએ તો પેસે નહીં. પેલા (ગોશાળા)એ તેજોલેશ્યા છોડી તો ભગવાન મહાવીર બળી ના ગયા, નહીં તો બળી જાય. એ ચરમ શરી૨ કહેવાય. મોક્ષે જવાનો, નિર્વાણ થવાનો જે દેહ.
મોક્ષેય ગતિસહાયક લઈ જાય
પ્રશ્નકર્તા : આ જીવને મરતી વખતે ઉપરથી વિમાન આવી લઈ જાય, આત્માને ઉપર લઈ જવા માટે વિમાનની વાત કરે છે ને ?
દાદાશ્રી : વિમાન તો આ બાળ લોકોને સમજાવવા માટે. એ તો ગતિસહાયક લઈ જાય છે. એટલે આ લોકોને ગતિસહાયક સમજાવાય નહીંને, તે આ વિમાન કહે.