________________
[૧૯.૩] સિદ્ધ ભગવાન
૩૬૭
છે, તેના પર્યાય હોય પણ આનંદનો પર્યાય ના હોય. આનંદ તો રિઝલ્ટ છે, ગુણોનું રિઝલ્ટ છે, સ્વભાવિક સુખ છે.
પ્રશ્નકર્તા ઃ બરોબર છે પણ એને ભોગવતા હશેને ?
દાદાશ્રી : એ તો નિરંતર એ જ ભોગવે. એમાં જ રહે છે, બસ. બીજું શું એમને ? નિરંતર પરમાનંદમાં, જ્ઞાયકતા ભાવમાં નિરંતર !
પ્રશ્નકર્તા ઃ સિદ્ધ ભગવતોને આખા બ્રહ્માંડમાં બધું જ જ્ઞાન દેખાય. એમને સ્વ-પરનું બધું જ જ્ઞાન હોય, આખા બ્રહ્માંડની દરેક વસ્તુનું, તો તે વખતે તેમનો ઉપયોગ ક્યાં હોય ? પર્યાયમાં હોય, ક્યાં હોય ?
દાદાશ્રી : સિદ્ધ ભગવંતોને ઉપયોગ ના હોય, ઉપયોગ દેહધારીને હોય. ઉપયોગ એટલે શાનો ઉપયોગ કે સ્વાભાવિકનો ઉપયોગ ના હોય. એ શબ્દ જ ના હોય, ઉપયોગેય ના હોય. જાગૃતિ રાખવાની જ ના હોય ! જાગૃતિ રાખવાની ત્યાં ઉપયોગ હોય.
પ્રશ્નકર્તા: બરોબર, સમજ પડી.
દાદાશ્રી : આ દેહ છે ને, ત્યાં સુધી ઉપયોગની જરૂર છે. બાકી ઉપયોગ હોતો હશે ?
પ્રશ્નકર્તા : ઉપયોગમય છે આત્મા.
દાદાશ્રી : ઉપયોગ શબ્દ ના હોય. પોતાનો દીવો પ્રગટ દીવો સળગ્યા કરે. ઉપયોગ તો અહીં નિર્વાણ ના થાય ત્યાં સુધી ઉપયોગ. આ દેહ છૂટ્યો, એટલે ઉપયોગ છૂટ્યો, ઉપયોગ-બુપયોગ બધું જ ગયું. શબ્દમાત્ર ગયો. કશું રહ્યું નહીં એમને તો, પોતાના સ્વભાવમાં જ, જેમ સોનું સોનાના સ્વભાવમાં હોય છે.
પ્રશ્નકર્તા: સોનાનો આ પર્યાય થયો ?
દાદાશ્રી : હા, એ તો એ એમનો ઉપયોગ નથી પણ એ એમની સ્વભાવની રમણતા છે.