________________
૩૭૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા : હં, એટલે એ ક્ષેત્રના અનુભવની જ વાત.
દાદાશ્રી : એની લિમિટ સુધી જઈને પછી પાછી પડે. પ્રશ્નકર્તા : પછી એ ક્ષેત્ર સમજવા માટે તો ત્યાં પહોંચવું જ પડે.
દાદાશ્રી : એ તો પહોંચતા જઈએ તેમ સમજાતું જાય, સમજાતું જાય તેમ પહોંચતા જઈએ. બે પગથિયા ચઢ્યા એટલે બે પગથિયાનું આપણને એ જ્ઞાન થતું જાય અને ટૉપ ઉપર ગયા એટલે નીચલું બધું દેખાતું બંધ થઈ જાય અને એમને ત્યાં દેખાતું જાય.
અહીં ગજબ બધું, અહીં આ છેલ્લી વાત જાણવાની મળે. છેલ્લી, લાસ્ટ કે જેની આગળ કશું જાણવાનું જ બાકી ના રહ્યું. ફરી ફેરફાર જ ના થાય. પરમાર્થ કહેવાય, ૫૨મ અર્થ ! શબ્દનો પરમ અર્થ અહીં આગળ થાય !