________________
૩૫૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
આત્મા જે જ્ઞાતા-દ્રષ્ટા રહે, ત્યાં સિદ્ધક્ષેત્રમાં પણ એને જોવાની ક્રિયા તો કરવી પડેને ?
દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા: તો એને આખું બધું એક સાથે દેખાય ? દાદાશ્રી : સહજ સ્વભાવ, બધું દેખાય. પ્રશ્નકર્તા ઃ એક સાથે બધું દેખાય ?
દાદાશ્રી : એક સાથે બધું જ દેખાય. વધઘટ થતુંય દેખાય. રાત થાય તે આ બાજુના ભાગમાં ઓછું દેખાય. અહીં આગળ સાંજે છ વાગ્યા સુધી અહીંયા લોક આવતું-જતું દેખાય. પછી આ ઉપર ઊડતા હોય પછી, જાનવરો-બાનવરો બધા એ બધું દેખાય. પછી રાત થાય એટલે ઓછા થઈ જાય. પછી રાત્રે બાર વાગે એટલે કોઈ ના દેખાય. સવારના ત્રણ-ચાર વાગે તો અંધારું થયેલું હોય તે શરૂઆત થતું દેખાય. પછી વધતું વધતું વધતું જાય તે દેખાય. એથી વધે તે દેખાય. પાછું ઘટતું ઘટતું જાય તે દેખાય.
પ્રશ્નકર્તા : દાદા, તે આવું સતત જોયા કરે ? જોવાનું એ ? દાદાશ્રી : દેખાય. જોયા કરવાનું જ નહીં, દેખાય જ. પ્રશ્નકર્તા : ઑટોમેટિકલી સ્વભાવથી દેખાય ? દાદાશ્રી : સ્વભાવથી જ દેખાય. જોયા કરે તો જ્ઞાન છે.
પ્રશ્નકર્તા તો એક જ ક્રિયા નિરંતરની એની રહે તો એને કંટાળો ના આવે ? જોયા જ કરે છે. આપણે ગમે એટલું સુંદર હોય, તે પાંચ મિનિટ જોયા કરવાનું હોય તોય કંટાળો આવવાનો, તો ત્યાં એને સ્વભાવથી ખાલી જોયા જ કરવાનું, પૂતળાની માફક ?
દાદાશ્રી : આ લાઈટ છે, એને લાઈટ આપવામાં કંટાળો આવ્યા કરે ?
પ્રશ્નકર્તા ઃ ના, એવી રીતે તો નથી આવતો. પણ એ ક્યાં જીવે