________________
૩૫૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
સિદ્ધ ભગવંતોને ન ચોટે પર્યાય પ્રશ્નકર્તા: સિદ્ધ ભગવંતોને કે જે સિદ્ધક્ષેત્રમાં છે, તે આ કેરી જુએ તો તેમને પર્યાય ઉત્પન્ન થાય કે નહીં ?
દાદાશ્રી : પર્યાય વગર તો આત્મા જ ના હોયને ! પર્યાય હોય તો જ વસ્તુ તત્ત્વ કરીને અવિનાશી અને પર્યાયે કરીને વિનાશી હોય.
પ્રશ્નકર્તા: આપણે જે જોઈએ છીએ અને સિદ્ધ ભગવંતો જે જુએ છે તેના પર્યાય જુદા હશે ?
દાદાશ્રી: એ તો જુદા જ ને ! આપણે ચોંટેલાને ઉખાડીએ છીએ અને સિદ્ધોને તો કંઈ ઉખાડવા-કરવાનું નહીં. એમને તો પર્યાય ચોંટતા જ નથીને ! આપણને શ્રદ્ધામાં સિદ્ધોનું સ્વરૂપ છે ને વર્તનમાં આ વિનાશી સ્વરૂપ છે. પણ શ્રદ્ધામાં આ વિનાશી સ્વરૂપ ગયું છે.
પ્રશ્નકર્તા: દાદા, તમે આ મહાત્માની વાત કરી. હવે જ્ઞાની જે જુએ છે અને સિદ્ધો જે જુએ છે તેમાં શું ફરક ?
દાદાશ્રી: અહીં જેવું હતું તેવું, ત્યાં ચોખ્ખું હોય, અહીંયા આગળ સહેજ મેલું હોય, દેહને લઈને ત્યાં બિલકુલ કરેક્ટ હોય છે જોવા-જાણવાનું. એ જોવા-જાણવાની ક્રિયા અહીં જ્ઞાનીને કરવી પડે.
પ્રશ્નકર્તા : સિદ્ધદશા થયા પછી ત્યાં પ્રકૃતિ ના હોય ?
દાદાશ્રી : ત્યાં ના મળે, નિર્વાણ થયે પ્રકૃતિ ગઈ. નિર્વાણ એટલે શું? પ્રકૃતિને જોઈ ને જાણી, પછી પ્રકૃતિ રહી નહીં. પછી સિદ્ધદશા ઉત્પન્ન થઈ, ત્યાં આગળ નિર્વાણ કહેવાય.
જ્ઞાતક્યિા તે દર્શતક્રિયાથી ગજબનો આનંદ પ્રશ્નકર્તા: દાદા, આગળ વાત કરી કે સિદ્ધોને ખાલી જ્ઞાનક્રિયાદર્શનક્રિયા હોય તે સમજાવશો?
દાદાશ્રી ત્યાં સિદ્ધગતિમાં ખાલી જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયા જ હોય. જો જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયા ના હોય તો તો ચેતન કહેવાય જ નહીંને !